Abtak Media Google News

રાજ્ય સરકાર અને પોલીસ વડાને રખડતા ઢોરને ડામવા માટે લોન્ગ-શોર્ટ ટાઈમ એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કરાયો

રાજ્યમાં વિકરાળ બનેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં વધુ એકવાર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ રાજ્ય સરકાર, ડીજીપી સહિત તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવાના આદેશ આપ્યા.

રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત ડિજીપી અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે. છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા, જેમાં અમુક કિસ્સાઓમાં મોત થયાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. જેમાં કોર્ટે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંધનામાને ધ્યાને લીધા બાદ કેટલાક આકરા આદેશ કર્યા છે. આ કેસમાં પક્ષકાર તરીકે જોડાયેલા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ કોર્ટને અવગત કરી કે છેલ્લા કેટલાક દિવસથી કાર્યવાહી તો ચાલી હતી, પરંતુ હજુ પણ સમસ્યા જેમની તેમ જ છે.

બીજી તરફ તેમણે રજૂઆત કરતા જણાવ્યુ કે જે ટીમ હાલ કામગીરી કરી રહી છે તેમના પર સતત હુમલા કરી રહ્યા છે. તેવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિને જોખમી વ્યક્તિ ગણી તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધવા જોઈએ. આ સાથે જ કોર્ટે એ પણ નોંધ્યુ કે એએમસી અને સરકારે પુરતા પગલા નથી લીધા તો આ જ મામલે હવે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગને યોગ્ય સંકલન માટે એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે.

આ તરફ આ મામલે અરજી કરનાર નિલય પટેલે સમગ્ર કાર્યવાહી મામલે કોર્ટમાં કહ્યું કે હજુ પણ આ સમસ્યા જેમની તેમ છે. હજુ પણ સતત કાર્યવાહી કરવાની જરૂર છે આ સાથે જ સીએનસીડી વિભાગને પણ આગામી સુનાવણી સુધી વધુ એક વખત 24 કલાક કામગીરી કરે તેવી વિનંતી કરી હતી તે કોર્ટે માન્ય રાખી હતી. જ્યારે સમગ્ર મામલે હવે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનએ કોર્ટને આશ્વસ્થ તો કર્યા છે, પરંતુ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે હજુ પણ એક ગંભીર સવાલ છે આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

હાઈકોર્ટે કહ્યું કે, આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલાં લેવામાં આવે. રાજ્યની સ્થિતિ માટે પોલીસ વડાને સૂચના આપવામાં આવે. તમામ જિલ્લા પોલીસ વડા અને સંબધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટીંગ યોજવામાં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરે. તમામ 8 મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓ પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરે. રાજ્ય સરકારને પણ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન રિપોર્ટ તૈયાર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા છે. સાથે જ કોર્ટે કહ્યું કે, હવે તો હદ થઈ ગઈ છે. સરકાર તમામ એ લોકો સામે પગલાં ભરે કે જેમને કોર્ટનાં આદેશનો અનાદર કર્યો છે અથવા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવી કાયદો હાથમાં લે છે.

સાથે જ  રખડતાં ઢોરને કારણે થતા માર્ગ અકસ્માત મામલે સોગંદનામુ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થતાં અહેવાલોને પણ સોગંદનામાંમાં રજૂ કરવા જણાવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 15 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે. ત્યાં સુધી 24 કલાક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી. રાજ્યનાં ગૃહ મંત્રાલયને પણ આ મામલે ધ્યાન આપવા હાઇકોર્ટે ટકોર કરી. હાઈકોર્ટે કહ્યું કે, યોગ્ય ધ્યાન આપો અને જરૂર જણાય તો એક વોર રૂમ શરૂ કરો. તો વોર રૂમ શરૂ કરવા મામલે રાજ્ય સરકારનાં વકીલે કોર્ટને ખાતરી આપીને કહ્યું કે, ચોક્કસ પગલાં લેવાશે.

રખડતા ઢોર મામલે વોર રૂમ શરૂ કરવા હાઇકોર્ટનું સૂચન

રખડતાં ઢોરને કારણે થતા માર્ગ અકસ્માત મામલે સોગંદનામુ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થતાં અહેવાલોને પણ સોગંદનામાંમાં રજૂ કરવા જણાવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 15 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે. ત્યાં સુધી 24 કલાક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી. રાજ્યનાં ગૃહ મંત્રાલયને પણ આ મામલે ધ્યાન આપવા હાઇકોર્ટે ટકોર કરી. હાઈકોર્ટે કહ્યું કે, યોગ્ય ધ્યાન આપો અને જરૂર જણાય તો એક વોર રૂમ શરૂ કરો. તો વોર રૂમ શરૂ કરવા મામલે રાજ્ય સરકારનાં વકીલે કોર્ટને ખાતરી આપીને કહ્યું કે, ચોક્કસ પગલાં લેવાશે.

આદેશનો અનાદર કરી સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા તાકિદ

હાઈકોર્ટે કહ્યું કે, આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલાં લેવામાં આવે. રાજ્યની સ્થિતિ માટે પોલીસ વડાને સૂચના આપવામાં આવે. તમામ જિલ્લા પોલીસ વડા અને સંબધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટીંગ યોજવામાં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરે. તમામ 8 મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓ પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરે. રાજ્ય સરકારને પણ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન રિપોર્ટ તૈયાર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા છે. સાથે જ કોર્ટે કહ્યું કે, હવે તો હદ થઈ ગઈ છે. સરકાર તમામ એ લોકો સામે પગલાં ભરે કે જેમને કોર્ટનાં આદેશનો અનાદર કર્યો છે અથવા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવી કાયદો હાથમાં લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.