Abtak Media Google News

અબતક, રાજકોટ

હાલ કોરોના મહામારીની સારવારમાં હોસ્પિટલો દ્વારા મોંઘીદાટ જુદી-જુદીથી વસુલાતા દર્દીઓ સાજા થયા પછી પણ વરિષ્ઠ નાગરિકો આવક અને મૂડી વગર તેમનું જીવન નિર્વાહ કેમ કરી શકે તે કરૂણ પ્રશ્ન છે. તેવા સમયે ખારા રણમાં મીઠી વિરડી સમાન હોસ્પિટલ, એડવીય અને હાઈકોર્ટના દાખવેલ માનવીય અભિગમને બિરદાવવા લાયક ઐતિહાસિક ચૂકાદો આપેલ છે.

આ કસની ઇક્તિો એવી છે કે અમદાવાદ ખાતે નિવૃત્ત રેલકર્મી આનંદકુમાર હિંગોરાની કે જેમની ઉં.વ.આ. 86 વર્ષ છે તેમને તથા તેમના પત્નીને કોરોનાનું બિમારી સબબ અમદાવાદ ખાતેની ખાનગી સર્જિલ હોસ્પિટલ ખાતે તા.18-4-21 અને તા.21-4- 21ના રોજ દાખલ કરવામાં આવેલ. તેમની મરણમૂડી સમાન બચતો બેન્ક ઓફ ઈન્ડિયા, અમદાવાદમાં ફિક્સડ્ ડિપોઝિટ હતી. આનંદકુમાર અથવા તેમના પત્નીની સહીથી ઉપાડી શકવાની બેન્કને લેખિત સૂચના હતી. વધુમાં અસલી ડિપોઝિટ રસીદો પણ આનંદકુમાર હિંગોરાની પાસે હતી. દરમિયાન આનંદકુમારના પત્નીનું અવસાન થયેલ.

આનંદકુમાર અને તેમના પત્નીના ઈલાજ પાછળ ખુબ જ મોટો દૈનિક ખર્ચ થયો હોય, આનંદકુમારને બે પુત્ર તે પૈકી એક પુત્રી કામલ મહેશ બાલચંદાણી અમદાવાદ તથા અન્ય પુત્રી અમેરિકા ખાતે રહે છે. અમદાવાદ ખાતે રહેતી પુત્રી અને જમાઈએ આનંદકુમાર અને તેમના પત્નીના હોસ્પિટલના બિલ્સ પોતાની બચતમાંથી ભરવાનું શરૂ કરેલ પરંતુ થોડાક દિવસોમાં દીકરી-જમાઈની બચતની રકમો પણ વપરાઈ ગઈ હતી.

પોતાની બચતની રકમો વપરાઈ જતા દીકરી-જમાઈએ બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદને વિનંતી કરેલ કે આનંદકુમાર હિંગોરાની બચત/ડિપોઝિટની રકમો દીકરી કોમલને ઉપાડવા પરવાનગી આપે જેથી આનંદકુમારનો ઈલાજ થઈ શકે. અસલ ડિપોઝિટની રસીદ પુત્રી કોમલ પાસે હતી અને પિતા આનંદ વેન્ટિલેટર ઉપર લક્ષ્યમાં લઈ બેન્કને આનંદકુમાર હિંગોરાની કોરોનાનો ઈલાજ લેતા હતા જેથી તેઓ અસલ ડિપોઝિટ રસીદો આપી શકે તેવી માનસિક અને શારીરિક સ્થિતિમાં ન હતા જેથી બેન્ક દ્વારા પણ ડિપોઝિટ રકમ દીકરીને આપવા સમર્થતા દર્શાવવામાં આવી હતી. જો કે તે વાત ઉલ્લેખનીય છે કે ઉપરોકત ખાનગી હોસ્પિટલ દ્વારા બિલની રકમો બાકી હોવા છતા માનવતા દાખવી ઈલાજ સારી રીતે ચાલુ રાખેલ.

આથી પિતાના ઈલાજ માટે ડિપોઝિટમાંથી નાણાં મેળવવા દીકરી દ્વારા તેમના પિતાના મિત્ર તરીકે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવેલ અને ઉપરોકત હકિકતો પિટિશનમાં વર્ણવવામાં આવેલ અને હાઈકોર્ટ પાસે દાદ માંગેલ કે આનંદકુમાર હિંગોરાની, પિતાની ડિપોઝિટ રકમોમાંથી બેન્ક સદર હોસ્પિટલના બિલ હોસ્પિટલને જે તે ચૂકવી આપે જેથી ઈલાજ ચાલુ રહી શકે અને પિતાનો જીવ બચાવી શકાય. હાઈકોર્ટ દ્વારા તમામ હકિકતો ડિપોઝિટની રકમમાંથી સદર દવાખાને ઈલાજ ચાલુ રહે અને કોરોનાના ઈન્ફેક્શનમાંથી દર્દી સંપૂર્ણ બહાર ન આવે, સ્વસ્થ ન થાય ત્યાં સુધી બિડાની રકમ ચૂકવવા હુકમ કરેલ છે. હાઈકોર્ટનો હુકમ થયા બાદ બેન્ક દ્વારા આનંદકુમાર હિંગોરાની ડિપોઝિટની રકમમાંથી બિલ મુજબની રકમો સર દવાખાને ચડાવવાનું શરૂ કરી દીધેલ છે. આ કામમાં અરજદાર, પિટિશન વતી હાઈકોર્ટમાં ગાંગીયા એન્ડ ગોગીયા એસોસિએટ્સ તરફથી કોઈપણ પ્રકારના ખર્ચ કે ફી વગર માત્ર માનવતાને ધ્યાને લઈ એક જ દિવસમાં પિટિશન ડ્રાફ્ટ આવીને હાઈટમાં દાખલ કરી દીધેલ અને હાઈટ પણ ત્વરીત સુનાવણી કરી આનંદ કુમારનો જીવનદીપ જલતો રહે તે માટે અરજદારની તરફેણમાં માનવતાને મહેકાવતો માનવીય ચૂકાદો આપ્યો હતો. એડવોકેટ આનંદ ગોગીયા, રવિ ગોગીયા અને દીપ ગોગીયાએ કાયદાકીય છણાવટ સાથે લાગણીસભર દલીલો કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.