Abtak Media Google News

લોધીકાના પારડી ગામના યુવક મંડળ વતી  નીતેષભાઇ રવજીભાઇ ભૂવા દ્વારા કરવામાં આવેલ પી.આઇ.એલનો ચુકાદો આવેલ જેમાં પારડી ગામની સરકારી ગૌચરની જમીન ઉપર પ્લોટો પાડી વેચાણ કરી ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ જે અંગે ચીફ જસ્ટીસ  વિક્રમનાથ  તથા  બીરેન વૈષ્ણવ  સરકારી ગૌચરની જમીન ઉપરથી 4 માસની અંદર દબાણ દુર કરવાનો સીમા ચીન્હ ચુકાદો ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે રાજકોટ નજીક  પારડી ગામના રેવન્યુ સર્વે નં. 3,8, 61, 76, 126, 146, 153, 189, 512, 554 ઉપર ખાનગી પાર્ટી દ્વારા પ્લોટો પાડી અને વેચાણ કરવામાં આવી રહેલ હોવાની અનેક રજુઆતો જીલ્લા કલેકટર, મામલતદાર  તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓને પારડી ગામના યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ હતી પરંતુ આ અંગે કોઇ જ સકારાત્મક અભિગમ ડીપાર્ટમેન્ટ દ્વારા કે જીલ્લા કલેકટર દ્વારા અપનાવવામાં આવેલ નહીં અને રજુઆતો અંગે કોઇ જ પગલા લેવામાં આવેલ નહીં જેથી અંતે પારડી ગામના યુવક મંડળે રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસનો સંપર્ક સાધી આ અંગે કાનુની સલાહ સંજયભાઇ પંડિત પાસેથી મેળવી હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દાખલ કરેલ પી.આઇ.એલ.ની સુનવણી પૂર્ણ થતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અંગે ગંભીર નોંધ લઇ 4 માસની અંદર સરકારી ગૌચરની જમીન ઉપરથી ગેરકાયદેસર થયેલ દબાણ દુર કરવા રાજકોટ જીલ્લા કલેકટર ને હુકમ ફરમાવેલ છે.

આ કામે અરજદારો વતી એડવોકેટ  પી.બી. ખભોળજા રોકાયેલ હતા તેમજ સમગ્ર બાબતે કાનુની સલાહ સુચનો રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસના પ્રમુખ સંજયભાઇ પંડિત દ્વારા પુરા પાડવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.