Abtak Media Google News

હોસ્પિટલમાં બેડની અછતનો સરકારે કર્યો એકરાર
સ્થિતીને પહોચી વળવાસરકાર દ્વારા પુરતા પ્રયાસો 

કોરોના મહામારી અંગે હાઇકોર્ટમાં સુઓમોટો અંગે ચાલતી સુનાવણીમાં રાજયની વડી અદાલતે સરકારની ઝાટકણી કાઢી વીઆઇપી કલ્ચરને તિલાંજલી આપવા ટકોર કરી છે. 108ની લાઇનો કેમ ઘટતી નથી અને ઓક્સિજનના બાટલા માટે કેમ લાઇન છે તેવા વેધક સવાલ કયા4 હતા ત્યારે સરકાર તરફે એટર્ની જનરલે સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતીને પહોચી વળવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવતા હોવાનું જણાવી હોસ્પિટલમાં બેડની અછત હોવાનો એકરાર કર્યો છે.

હાઇકોર્ટની ગત ઓનલાઇન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતી, રેમડેસિવીર તેમજ ઓક્સિજનની અછતને પહોચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજનની અછતને લઇને સરકાર પાસે જવાબ માગ્યા હતા ત્યારે સરકારી વકીલે સોંગદનામું રજુ કરી કહ્યું હતું કે, અમે એવું નથી કહેતા કે પરિસ્થિતી સારી છે. પરિસ્થિતી ખરાબ છે. અમે પુરતા પ્રયત્ન કરી રહ્યા છીએ 1200 બેડની હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીઓને દાખલ કરીએ છીએ લોકો અમદાવાદ બહારથી આવે તો પણ દાખલ કરીએ છીએ, 108માં દર્દીઓને સારવાર મળે તે માટે પુરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે 15 વાન નવી એડ કરી છે. અને બીજી 150 એમ્બ્યુલશન આગામી ત્રણ દિવસમાં વધારવાની ખાતરી ઉચારી છે.

હાઇકોર્ટના જજ પરીશ કવિનાએ જણાવ્યું કે, અમદાવાદની કેટલીક હોસ્પિટલમાં વીવીઆઇપી લોકો માટે બેડ રિઝર્વ રાખ્યા છે તે બાબત ગંભીરતાથી નોંધ લેવી જોઇએ તમામ લોકોને સરખી સારવાર મળવી જોઇએ આશા છે આ બાબતે કોર્ટ કંઇ વિચારે આવી પરિસ્થિતીમાં વીઆઇપી કલ્ચરને હટાવવું જોઇએ તેમજ લોકોને બેડ મળતા નથી અને સરકાર નવી હોસ્પિટલમાં ઉદઘાટન કરે છે જેમાં ત્રણ લેયર સિક્યુરીટી હોલ છે. હોસ્પિટલના અધિકારીઓ હોય છે આનાથી ભીડ થાય છે ત્યારે ગેધરીંગ થશે, ઉદઘાટન થશે માટે ઉદઘાટન કર્યા વિના જ હોસ્પિટલ ચાલુ થવી જોઇએ આવા કાર્યક્રમથી સંક્રમણ વધે છે. એડવોકેટ સાલીને જણાવ્યું કે, ઝાયડસની જેમ દરેક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન હોવો જોઇએ જેથી ઓક્સિજનની કમી ન સર્જાય તેને તૈયાર કરવામાં બે સપ્તાહ જેટલો સમય લાગે છે. સાથે ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ત્યારે આપણે પાડોશી રાજયને મદદ કરીએ છીએ માટે ગુજરાતનું પણ વિચારવું જોઇએ

સોગંદનામાં સરકારે જણાવ્યું હતુ કે, આરટીપીસીઆઇ ટેસ્ટ, રેમડેસિવીર ઇન્જેકશન, ઓક્સિજન, હોસ્પિટલ બેડ વ્યવસ્થા અને ડેસ્ક બોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરી છે. 30 એપ્રિલ સુધીમાં એક લાખ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે સરકારે એક્ટિવ કેસ, મૃત્યુ આંક, રિકવર દર્દીઓના આંકડા પણ આપ્યા છે.

આ ઉપરાંત હાઇકોર્ટે જણાવ્યું છે કે, નિયમોના પાલનમાં સરકાર અને રાજનેતાઓ બેદરકાર સાબીત થયા છે. 4 લાખ રેમડેસિવીરની જરૂરીયાત સામે ફકત 16 હજાર જ ઇન્જેકશન મળે છે, અર્બન સેન્ટર, આરટીપીસીઆર ટેસ્ટ ઓછા થાય એટલે લોકોને જીએમડીસી ગ્રાઉન્ડમાં મોકલે છે જયાં ટેસ્ટના રૂપિયા લેવામાં આવે છે, અત્યારે કેટલાક કેસ આવે છે તેના કરતા બ્રેક ધ ચેઇનની સરકાર ચિંતા કરે, પ્રાઇવેટ હોસ્પિટલમાં 50 ટકા સરકારી કવોટા વધારવામાં આવે કેમ કે નાગરિકો અત્યારે તકલિફમાં છે અને સારવાર માટે આધાર કાર્ડ ફરજીયાત ન હોવું જોઇએ રાજયમાં જરૂરીયાત કરતા હાલ તો 25 ટકા ઓક્સિજન ઓછો મળી રહ્યો છે.

એસવીટીમાં પથારી વધારી તેના જ ઇન્ફ્રાટ્રક્ચરને ઉપયોગમાં લેવું જોઇએ આ ઉપરાંત હોસ્પિટલોમાં જે સારવાર મળી રહી છે અને રેમડેસિવીર મુદે પણ હાઇકોર્ટ પણ ખફા છે જો કે સરકારી વકીલે પ્રત્યુતરમાં જણાવ્યું હતુ કે, રાજયમાં ઇન્જેકશન, બેડ, એમ્બ્યુલશ અને ડોકટર તેમજ અન્ય સ્ટાફની અછત છે અમે ત્રણ દિવસમાં જ 150 એમ્બ્યુલશ વધારશુ અને વીએસ હોસ્પિટલમાં જરૂર પડે ફુલ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની ખાતરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.