બહુમાળી ભવનની બંધ લિફ્ટથી લોકો ત્રસ્ત

rajkot |
rajkot |

કચેરીની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી ઉઠતી માગ

રાજકોટના બહુમાળી ભવનમાં દરરોજ અલગ-અલગ કામો માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ સરકારી ઈમારતમાં સુવિધાનો અભાવ જોવા મળે છે. બહુમાળી ભવનમાં લોકો અને કર્મચારીઓની સુવિધા માટે લીફટ તો મુકવામાં આવી છે પરંતુ તે બંધ હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે. સૌથી વધુ તકલીફ તો વૃદ્ધોને પડે છે

ત્યારે આ બાબતે યોગ્ય પગલા ભરવા જ‚રી છે. સરકાર જયારે વિકાસની વાતો કરે છે ત્યારે ખુદ સરકારી બિલ્ડીંગોમાં પણ સુવિધાઓ બરાબર પુરુ પાડવામાં નથી આવતી. કરોડોના ખર્ચે નવી ૨ લીફટ રાખવામાં આવી હતી. જે પણ બરાબર નથી ચાલતી. ૬ લીફટથી ૫ લીફટ અત્યારે બંધ હાલતમાં છે. અંદાજે ૪૫ થી ૫૦ ડીપાર્ટમેન્ટ આવેલા છે. બહુમાળીમાં ઘણા બધા કર્મચારીઓ અને લોકો વચ્ચે ફકત એક જ લીફટ ચાલુ છે. સાથે સાથે પ્રાથમિક જ‚રીયાતો પણ પુરી પાડવામાં નથી આવતી. પાણી માટે પણ બધા માળે આર.ઓ.પ્લાન બરાબર નથી ચાલતા અને બારથી પાણી મંગાવવુ પડે છે.