Abtak Media Google News

૪.૪૭ મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

મુંબઇમાં વરસાદ વચ્ચે હવામાન વિભાગે દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઇના સમેતમાં રપ જુલાઇના બપોરે ૩.૨૮ કલાકથી ભારે મોજા ઉછળવાની શકયતા છે. દરિયા કિનારે આ મોજા ૪.૪૭ મીટર સુધી ઊંચા ફછળશે. હાઇ ટાઇડ એલર્ટ અનુસંધાને વહીવટી તંત્રે ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયા કિનારે પણ સાવચેત રહેવા અપીલ કરી છે.

મુંબઇમાં ચોમાસની શરુઆત થઇ ગયા બાદ હાલ વરસાદનો સીલસીલો ચાલુ જ છે કયારે ધીમી ધારે તો કયારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન કેટલીય વખત દરિયામાં મોટા મોજા પણ ઉછળે છે.

મુંબઇના હવામાનને ઘ્યાનમાં રાખી હવામાન વિભાગ કયારેક ઓરેઝન તો કયારેક યલો એલર્ટ આપે છે. મુંબઇના કેટલાય વિસ્તારો એવા છે કે જયાં ભારેથી અતિ ભારે વરસાદ  પડવાની શકયતા છે. હવામાન વિભાગ કહે છે કે આ સીલસીલો હજુ પણ ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઇ અને રાયગઢમાં કેટલાક સ્થળો ઉપર વરસાદ થવાની શકયતા છે. અત્રેએ યાદ આપીએ કે હવામાન ખાતાએ  ગુ‚વારે મુંબઇમાં હાઇટાઇડની ચેતવણી આપી હતી. હાઇટાઇડના કારણે સમુદ્રમાં ૪.૬ મીટર ઉંચા મોજા ઉછળવાની શકયતા જાહેર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.