આઈપીએલમાં હાઈટેક સટ્ટો: સટ્ટોડીયા કેસ લેશ

cricket | ipl | sport
cricket | ipl | sport

વોટ્સએપ, ટેલીગ્રામ અને ફેસબુકમાં બનાવેલા ગ્રુપમાં પંટરો અને બુકીઓ વચ્ચે થાય છે સંપર્ક જયારે  પેટીએમ, ફ્રીચાર્જ તથા નેટલર જેવી એપ્લીકેશનોથી થાય છે હાર-જીતના નાણાની લેવડ-દેવડ

આઈપીએલ સીઝન-૧૦ની શ‚આતથી જ સટ્ટાની સિઝન પુરબહારમાં ખીલી છે. બુકીઓ અને સટ્ટોડીયાઓ અત્યાર સુધીમાં કરોડોની હાર-જીત કરી ચૂકયા છે. પોલીસ પણ સટ્ટોડીયા-બુકીઓને પકડવા માટે ઉંધે માથે થઈ છે ત્યારે સટ્ટોડીયાઓ હવે પરંપરાગત ફોન કે અન્ય માધ્યમોની જગ્યાએ હાઈટેક સુવિધાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. હાઈટેક સટ્ટોડીયા હવે કેશલેશ વ્યવહારો કરે છે. વ્હોટસઅપ, ટેલીગ્રામ અને ફેસબુકના માધ્યમથી પંટરો અને બુકીઓ ભાવ ચેક કરે છે. જયારે પેટીએમ, ફ્રી ચાર્જ, નેટલર અને સ્ક્રીલ જેવી એપ્લીકેશનના માધ્યમથી નાણાની લેવડ-દેવડ કરે છે. સટ્ટાનું સમગ્ર ષડયંત્ર કેશલેશ થઈ ગયું છે. આ ષડયંત્ર પકડવામાં પોલીસ થાપ ખાય જાય છે.

ઓનલાઈન સટ્ટા માટે બેટ૩૬૫, બેટવે, લેડ બ્રોકર, વિલ્યમહીલ અને સ્કાઈબેટ સહિતની વેબસાઈટો તેમજ એપ્લીકેશનો ઉપલબ્ધ છે. એકથી વધુ ફોન નંબર, બેંક એકાઉન્ટ, કેલ્યુકલેટર, ટીવી કે સેટેલાઈટ ફોનના ઉપયોગની જગ્યાએ ઓનલાઇન સટ્ટો યુવા સટ્ટોડીયાઓને વધુ માફક આવે છે. ઓનલાઈન વોલેટના કારણે હવે રોકડ વ્યવહારો થતા નથી. વિવિધ એપ્લીકેશનો દ્વારા હાર-જીતના નાણા મોકલી દેવાય છે. હાલની તકે ૨૦ ટકા સટ્ટો ડીજીટલ થયો હોવાનું પોલીસનું પણ કહેવું છે. અલબત હજુ પરંપરાગત રીતે સટ્ટો રમવાનું ચાલું છે.

આંકડા મુજબ ભારતમાં બેટીંગ, ઈન્ડસ્ટ્રીઝ ‚ા.૩૦૦,૦૦૦ કરોડની છે. હવે પેમેન્ટ સોના-ચાંદી અથવા મિલકતના માધ્યમથી પણ સ્વિકારવામાં આવી છે. માત્ર સટ્ટા માટે કેેટલાક બુકીઓએ મોબાઈલ એપ્લીકેશનો બનાવી છે. સિક્કિમ સિવાય દેશના અન્ય તમામ રાજયોમાં સટ્ટો ગેરકાયદે ગણવામાં આવે છે. મુંબઈ, દિલ્હી, બેંગલોર, ચેન્નઈ, અમદાવાદ, બરોડા અને સુરત જેવા મહાકાય શહેરોમાં ઓનલાઈન સટ્ટો યુવા સટ્ટોડીયાઓ માટે સરળ માધ્યમ બન્યું છે. ડીજીટલાઈઝેશનનો ગેરઉપયોગ આનાથી મોટુ ઉદાહરણ પુરુ પાડી શકે નહીં