Abtak Media Google News
સાબરકાંઠા જીલ્લાના હિમતનગરએ ડીવીઝન પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા હિમતનગરના સહાકરી જીન રોડપરથી રીક્ષા માંથી ડુપ્લીકેટ અમુલ ઘી, અને વાઘ બકરી ચા પકડી પાડતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો . અને અમુલ ઘી વાઘ બકરી ચાનું  પેકિંગ કરી બઝારમાં વેચી પ્રજાના સ્વાસ્થ સાથે ચેડા કરી લાખ્ખોની કમાણી કરતો ઇડર નો ભરત અમીચંદ પટેલ પોલીસ પક્કડથી દુર.
સાબરકાંઠા જીલ્લાના હિમતનગર એ ડીવીઝન પોલીસને બાતમી મળીહતીકે રીક્ષા મારફતે ડુપ્લીકેટ અમુલ ઘી અને વાઘ બકરી ચા નું પેકિંગ કરી બઝારમાં સપ્લાય અર્થે જઈ રહેલ છે .જેના આધારે હિમતનગર એ ડીવીઝન પોલીસ
દ્વારા સહકારી જીન રોડ પર ચેકિંગ હાથ ધરતા સીએનજી રીક્ષાને અટકાવી  પૂછપરછ હાથ ધરતા અંદર મુકેલ અમુલ ઘીના પેકિંગ કરેલ માર્કા વાળા પાઉચ, ઘીનાડબ્બા અને વાઘ બકરી ચા ના પેકિંગ મળી આવતા  શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારાસાબરડેરી ને અને વાઘ બકરી ચા બનાવતી કંપનીને જાણ કરતા કંપની દ્વારા તપાસ કરતા આ અમુલ ઘી અને વાઘ બકરી ચા ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું છે.
જ્યારે પોલીસ દ્વારા રિક્ષાને ચાલકનેપકડી વધુ તપાસ હાથ ધરતા આ સમગ્ર કૌભાંડ નું પગેરું ઇડર ના કોઠારીવાસ માં રહેતા અને  પોષ બન્ઝલોજ ધરાવતા પટેલ ભરત અમીચંદ નામ ખુલ્યું હતું . અને નકલી ઘી અને ચા નો કારો કારોબાર નો પર્દાફાશ થયો હતો જ્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી નાસ્તા ફરતા ભરત અમીચંદ પટેલ ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.