• હિના ખાન બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી રહી છે
  • કીમોથેરાપીના કારણે મ્યુકોસાઇટિસ
  • હિના ખાને ચાહકોને ઉપયોગી ઉપાયો પૂછ્યા

Hina Khan’s illness:લોકપ્રિય અભિનેત્રી હિના ખાન કેન્સરની પીડા સાથે જીવી રહી છે. તેમજ પ્રારંભિક કીમોથેરાપી પછી, અભિનેત્રીએ ચાહકો સાથે કીમોથેરાપીની આડઅસરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં પહેલા ઝડપથી વાળ ખરવા અને પછી કેટલાક ડાઘ થવા.તેમજ તેમણે કહ્યું હતું કે તેમના 5 કીમોથેરાપી પૂર્ણ થયા છે અને હવે 3 કીમોથેરાપી બાકી છે. આ સાથે અભિનેત્રીને અંદાજ હતો કે આવનારા દિવસો તેમના માટે મુશ્કેલ છે, પરંતુ ટૂંક સમયમાં સમસ્યાઓ એવી થઈ જશે કે ખાવા-પીવું મુશ્કેલ થઈ જશે. તેને આની કોઈ જાણકારી ન હતી. હિન ખાન કેન્સરની સાથે સાથે હવે મ્યુકોસાઇટિસના રોગથી પીડિત છે. જેના વિશે અભિનેત્રીએ ચાહકો પાસેથી મદદ માંગી છે.

મ્યુકોસાઇટિસ શું છે?

 

NHS અનુસાર આ કીમોથેરાપી અને રેડિયોથેરાપીની આડ અસર છે. જેના કારણે મોં અને આંતરડામાં સોજો અને દુખાવો થાય છે. મ્યુકોસાઇટિસને કારણે, દર્દીને શુષ્ક મોં, ફોલ્લાઓ, દુર્ગંધ, ખાવા-પીવામાં મુશ્કેલી, ઝાડા, મળમાં રક્તસ્રાવ, કબજિયાતથી પીડાય છે.

મ્યુકોસાઇટિસ 1

મ્યુકોસાઇટિસ સામાન્ય રીતે તમારા મોં અને તમારા ગાલના આંતરિક અસ્તરને અસર કરે છે. આ મ્યુકોસાઇટિસ ખાસ કરીને સંવેદનશીલ હોય છે. તેમજ ઓરલ મ્યુકોસાઇટિસ તમારા મોંમાં બળતરા ઉત્પન કરે છે. તે ઘણીવાર મોઢામાં ચાંદા અથવા પરુના સફેદ ફોલ્લીઓનું કારણ બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.