Abtak Media Google News

કોરોના વાયરસના કારણે ભારતે એના ઘણા બધા સિતારાઓ ખોઈ બેઠું છે. હમણાં થોડા દિવસો સિનેમા જગત માટે બોવ કપરા સાબિત થયા છે. કાલે શ્રવણ રાઠોડ, અમિત મિસ્ત્રી અને દિગ્ગજ અભિનેતા અને દિરદર્શક લલિત બહલનું નિધન થયું. ગયા અઠવાડિયે 71 વર્ષિય લલિતને Covid-19નો ચેપ લાગ્યો હતો અને તેને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે હોસ્પિટલમાં કોરોનાથી તેમનું નિધન થયું. લલીત બહલના પુત્ર કનુ બહલે આ માહિતી આપી છે.

ન્યૂઝ એજન્સી PTIસાથે વાત કરતાં કનુએ કહ્યું કે, ‘બપોરે તેનું અવસાન થયું હતું. તેને હ્રદયની તકલીફ હતી અને પછી કોરોનાનો ચેપ લગતા તે વધુ તીવ્ર બની. તેના ફેફસામાં ચેપ લાગ્યો હતો જે ખુબ ગંભીર હતો. તેથી તેની તબિયત વધુ ખરાબ થતા નિધન થયું.’

લલિત બહલ થિયેટરમાં એક જાણીતું નામ હતું. તેમણે દૂરદર્શન પર ‘તપીશ’, ‘આતિશ’ અને ‘સુનહરી જિલ્દ’ નામની સિરિયલનું નિર્દેશન અને નિર્માણ કર્યું હતું. આ સિવાય તેણે સીરીયલ ‘અફસાને’માં અભિનય કર્યો છે.
તેની હાલની ફિલ્મો પર એક નઝર નાખીયે તો, ‘તિતલી’ અને ‘મુક્તિ ભવન’ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. ‘તિતલી’ ફિલ્મનું દિગ્દર્શન તેમના પુત્રએ કર્યું હતું. લલિતે એમેઝોન પ્રાઇમ વિડિઓ પરની વેબસિરીઝ ‘મેડ ઇન હેવન’માં પણ કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ 2019 માં રિલીઝ થઈ હતી.

લલિત બહલના નિધન પર અભિનેતા આદિલ હુસૈને ટ્વિટ કરી એમને શ્રદ્ધાંજલિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.