Abtak Media Google News

આઝાદીના અમૃત મહોત્સવ પછી પણ હિન્દીને પોતાનું ગૌરવ આપણે નથી અપાવી શકયા

સામાન્ય રીતે ‘રાષ્ટ્રભાષા’ અને ‘રાજભાષ’ શબ્દ જયાં વાંચવા અથવા સાંભળવા મળે ત્યારે હિન્દી પ્રેમીઓની સાથે સાથે હિન્દીના સાહિત્યકારો ને ‘14 સપ્ટેમ્બર’ ‘હિન્દી દિવસ ’ યાદ આવે, કારણ એ જ કે 14 સપ્ટેમ્બર 1949ના દિવસે હિન્દીને બંધારણ સભાઓ ‘રાજભાષા’ નો દરજજો આપ્યો. જયારથી ‘રાજભાષા’ નો દરજજો હિન્દીને આપવામાં આવ્યો છે. તે જ દિવસથી ‘હિન્દી ભાષા’ વિવાદની ભાષા બની ગઇ, એ વિવાદ એટલા માટે થયો છે કે તત્કાલીન વડાપ્રધાનશ્રી જવાહરલાલ નહેરૂએ અહિન્દી ભાષી લોકોને અન્યાય ન થાય તે માટે વિચાર્યુ કે રાષ્ટ્રભાષા કઇ રાખવી ?

બંધારણ સભાએ એ નકકી કર્યુ કે હિન્દીને પ્રથમ ‘રાજભાષા’ અને પછી રાષ્ટ્રભાષા નો દરજજો આપવો. તેના જ ભાગ રૂપે રાજસભા અધિનિયમ મુજબ 7 જુન 1955 માં પહેલી રાજભાષા સમીતી બનાવી પછી 10 મે 1963માં બીજી સમીતી બની 1955 ની સમીતીએ નકકી કર્યુ કે દર પાંચ વર્ષે રાજભાષા સમીતી એ નકકી કરે કે હિન્દીની રાષ્ટ્રભાષા  તરફ લઇ જવામાં કેટલી પ્રગતિ થઇ ? આ રાજભાષા સમીતીમાં નકકી થયું કે હિન્દીને રાજભાષા તરીકે અને તેનીસાથે અંગ્રેજી  પણ રાજભાષા  રાખવામાં આવે. પછી હિન્દીની સ્થિતિ મજબુતી થાય ને અંગ્રેજીને સંંપૂર્ણ પણે હટાવી હિન્દીને રાજભાષામાં ‘રાષ્ટ્ર ભાષા’ બનાવવી, પણ આપણે સૌ યાદ રાખવું કે બંધારણ સભાએ હિન્દીને કયારેય રાષ્ટભાષા નો દરજજો નથી આપ્યો.

12 1

આપણે રાષ્ટ્રભાષા એને કહીએ છીએ કે દેશના મોટાભાગના લોકો જે ભાષાને બોલી તથા સમજી શકે મતલબ કે જે ભાષાથી મોટાભાગના લોકો વાતચીત કરી શકે એ રાષ્ટ્રભાષા છે.

જે ભાષાથી દેશનું પ્રશાસન ચાલે, ભાષા રાજભાષા છે. કોઇપણ રાજયની સરકાર દ્વારા અનેક રાજયના પ્રશાસનિક કામો કરે અથવા થાય તે રાજયભાષા છે. રાજય ભાષા પોતાના રાજય પુરતી મર્યાદિત હોય છે. છતાં હજુ પણ આપણો ભ્રમ છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. ખરેખર તે રાજભાષા છે એ અર્થમાં વિચારીએ તો

રાષ્ટ્રભાષા સંપૂર્ણ રાષ્ટ્રની ભાષા છે. જેનો ઉપયોગ આખા રાષ્ટ્ર, માટે, રાષ્ટ્ર દ્વારા થાય છે. જયારે રાજભાષા રાજ વિશેની ભાષા છે. જેનો ઉપયોગ સરકારી કામ કાજ માટે થાય છે. રાષ્ટ્ર ભાષા વિસ્તૃત છે તેની સરખામણીમાં રાજભાષા સમીતી છે. સંપૂર્ણ રાષ્ટ્રની એક જ રાષ્ટ્રભાષા હોય જયારે રાષ્ટ્રમાં અનેક રાજભાષાઓ હોઇ શકે.

આ બાબતોને ઘ્યાનમાં રાખી એ વખતે 1949, 1953, 1963, 1967 માં નકકી કર્યુ કે, સંસદીય રાજભાષાના અઘ્યક્ષ કેન્દ્રીય ગૃહ મંત્રી રહેશે. જેમાં 30 સભ્યો હશે અને તે સમીતીમાં ર0 સભ્યો લોકસભાના તથા 10 સભ્યો રાજય સભાના રાખવાએ નકકી કરે કે હિન્દીની પ્રગતિ કેટલી છે, પછી જ ન્યાયલયોના ચુકાદાઓ તથા અન્ય પ્રશાસનિક કામ હિન્દી અથવા રાજભાષાનો વૈકલ્પિક પ્રયોગ કરવો. એની સાથે સાથે એ પણ નકકી કર્યુ. દરેક રાજય સ્વતંત્ર રીતે નકકી કરશે કે એને એક રાજયનું કામ કાજ હિન્દીમાં કરવું અથવા અંગ્રેજીમાં

પરંતુ દક્ષિણના કેટલાક રાજયોના વિરોધના કારણે એ વખતે 1968 માં અનુસુચિત – 08 માં 1પ ભારતઓને રાજભાષામાં સ્થાન આપ્યું. કેટલા નિયમો નકકી કર્યા, જેમ કે

* અનુચ્છેદ – 344

– રાજભાષા આયોગ પ્રાવધાન

* અનુચ્છેદ – 345

– રાજય દ્વારા રાષ્ટ્રભાષા નકકી કરવાનો

* અનુચ્છેદ – 346

– સંપર્ક ભાષા સંબંધિત નિયમ

* અનુચ્છેદ – 347

– રાજભાષા માટે રાષ્ટ્રપતિનો નિર્દેશ

* અનુચ્છેદ – 348

– ઉચ્ચત્તમ અને સર્વોચ્ચ ન્યાયલાયની ભાષા

* અનુચ્છેદ – 350

– સામાન્ય  માનવીને પોતાની ભાષાનો અધિકાર

* અનુચ્છેદ – 351

– હિન્દી ભાષા વિકાસ સંબંધિત નિર્દેશ રાજભાષામાં સમાવેશ થયો. જે આજે પણ છે જે દા:ત (1) અસમીયા (ર) બંગલા (3) ગુજરાતી (4) હિન્દી (પ) કન્નડ (6) કશ્મીરી (7) કોકણી (8) મલયાલમ (9) મણીપુરી (10) મારવાડી (11) માલવી (1ર) નેપાડી (13) ઉડિયા (14) પંજાબી (1પ) સંસ્કૃત (16) સિન્ધી (17) તમિલ (18) તેલુણુ (19) ડોકરી (ર0) મૈથિલી (ર1) ઉર્દુ (રર) સંધાલી

છતાં પણ ભાષાના વિરોધના કારણે સરકારે ત્રિભાષા સુત્ર લાગુ કર્યુ. જે નવી શિક્ષણ નીતિમાં સામેલ છે. જેમાં નકકી થયું કે પહેલા પ્રાદેશિક ભાષા (માતૃભાષા) જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો પ્રથમ ભાષા ગુજરાતી રાખવી, બીજી હિન્દી અને ત્રીજી અંગ્રેજી રાખી શકાય.

હિન્દી આજે દુનિયાની  સૌથી વધારે બોલી અને સમજી શકાય તે ભાષા છે. દુનિયામાં ભાષા સમૃઘ્ધિની દ્રષ્ટિએ હિન્દી ચોથી સમૃઘ્ધ ભાષા છે દુનિયાની દરેક પાંચ વ્યકિતએ એક વ્યકિત હિન્દી બોલી – સમજી શકે છે.

ભાષા દરેક રાજયની સંસકૃતિનું ધરેણું છે જે લોકો પોતાની માતૃભાષા અથવા લોક બોલીનું જતન નથી કરી શકયા તેમની સંસ્કૃતિ સમય જતાં નાશ થઇ જતો ભાષા તથા બોલી જ સંસ્કૃતિ, રીતિ, રીવાજ, પરંપરા ટકી રહે છે જે લોકો જાણ અજાણે વિદેશી ભાષાને મહત્વ આપી રહ્યા છે તે હિન્દુસ્તાન, વિશાળતાની જગ્યાએ સીમીત કરી રહેયા છે. એ પણ સત્ય છે કે, અન્ય ભાષા ના ઘણા શબ્દોને હિન્દીએ ‘દુધમાં સાકર’ ની જેમ સમાવી લીધા છે. આપણે કહી શકીએ કે હિન્દી એ તાલમેલની ભાષા છે.

હિન્દી દેશની રાજભાષા છે તે વિશેષ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઇ શાહે 14 સપ્ટેમ્બર 2022 મા હિન્દી દિવસ નીમીતે સુરતમાં કહ્યું કે,

ભારત કી અનેક ભાષાઓ ઔર બોલિઓ હમારી સબસે બડી તાકાત હૈ લેકીન દેશ કી એક ભાષા ઐસી છે. જીસકો વિદેશી ભાષાઓ હમારે દેશ પર હાવી ન હો, ઇસ્તલિયે દેશ કે સંવિધાન નિર્માતા આજે એક મત સે હિન્દી કો રાજભાષા કે સર્વમાં સ્વીકાર કીયા ! હિન્દી કો પ્રસાર-પ્રચાર   ઔર સંશોધિત કરના હમારા રાષ્ટ્રીય દાયિત્વ હૈ !વિદેશી ભાષા હાવી ન થાય તો વાકયમાં કદાચ અંગ્રેજી તરફ તેમનો ઇરાદો કહી શકાય, પરંતુ તેમના આ ભાષાને ઘણા લોકોએ રાજનૈતિક નજરે જોયું અને હંગામો મચાવ્યો. જેમાં તલીમનાડુના મુખ્યમંત્રી, મમતા બેનરજી તથા ઔબીવી પણ હતા.

ઓબીસી એ રીતે એ ભાષણનું મુલ્યાંકન કર્યુ કે ભાજપનું સૂત્ર ‘હિન્દી હિન્દુ, હિન્દુસ્તાન ’છે. પરંતુ ઔવીસીજીએ નથી સમજતા કે તેઓ હિન્દી અને ઉદુના કારણે જ લોકોને મન સુધી પહોચ્યા છે. તેઓ પોતાના ભાષણો અંગ્રેજીમાં કેમ નથી આપતા ? આ લખવા પાછળનો મારો હેતુ જરા પણ રાજકીય નથી. માત્ર હિન્દી વિષે સત્ય ઉજાગર કરવા પુરતો જ છે.અંતમાં એટલું જ કહેવું છે ભાષા એ કોઇ રાજકારણનો વિષય નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે આપણી પોતાની રાષ્ટ્ર ભાષા નકકી નથી કહી શકયા અને હિન્દી રાજભાષા જ રહે આપણે સહીયારો પ્રયત્ન કરીએ કે હિન્દી રાષ્ટ્રભાષા તરફ ઝડપથી આગળ વધે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.