- સિલાઈ કામ કરીને તૈયાર કરેલ વસ્તુઓ બજારમાં વહેચીને આત્મનિર્ભર બન્યા
- વસ્તુઓના વેચાણથી થતી આવકથી સખી મંડળની બહેનો બન્યા આત્મનિર્ભર
- “નમો સખી સંગમ મેળા”માં કટલેરીનો સ્ટોલ ઘરાવે છે
- દેવુબેન બારૈયા ક્રિસ મહિલા મંડળમાં પાંચ વર્ષથી જોડાયેલા છે
ભાવનગરમાં યોજાયેલ “નમો સખી સંગમ મેળા” માં પીપળીયા ગામના હિરલ ખીમસૂરિયા રમાબાઈ સખી મંડળ 10 બહેનો ચલાવે છે જેમાં તેઓ સિલાઈ કામ કરીને તૈયાર કરેલ વસ્તુઓ બજારમાં વહેચીને આત્મનિર્ભર બન્યા છે. આ ઉપરાંત હિરલ ખીમસૂરીયા જણાવે છે કે રમાબાઈ સખી મંડળમા બહેનોને રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે તેમજ લોન પણ આપવામાં આવી હતી, જેમાંથી તેઓએ સિલાઈ મશીન ખરીદીને કાપડનું ઘરે શરૂ કર્યું છે. વસ્તુઓના વેચાણથી થતી આવકથી સખી મંડળની બહેનો આત્મનિર્ભર બન્યા છે.
ક્રિસ મહિલા મંડળના સ્ટોર ધારક બારૈયા દેવુબેન સખી મંડળ થકી આર્થિક પગભર થઈને આત્મનિર્ભર બન્યા છે. આ દરમિયાન બારૈયા દેવુબેન જણાવે છે કે ક્રિસ મહિલા મંડળમાં તેઓ પાંચ વર્ષથી જોડાયેલા છે અને 10 બહેનોના ગ્રુપ દ્વારા મંડળ કાર્યરત છે. આમ, તેઓ આર્થિક પગભર થઈને આત્મનિર્ભર બન્યા છે.”નમો સખી સંગમ મેળા” મા તેનો કટલેરીનો સ્ટોલ આવેલો છે.
ઉમરાળાના પીપળીયા ગામના હિરલ પ્રકાશભાઇ ખીમસૂરિયા રમાબાઈ સખી મંડળ ૧૦ બહેનો ચલાવે છે જેમાં તેઓ સિલાઈ કામ કરીને તૈયાર કરેલ વસ્તુઓ બજારમાં વહેચીને આત્મનિર્ભર બન્યા છે. ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા નેતૃત્વ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત તા. ૧૨ માર્ચ કાર્યરત “નમો સખી સંગમ મેળો”મા સ્ટોલ ધરાવે છે.
આ અંગે હિરલબેન ખીમસૂરીયા જણાવે છે કે રમાબાઈ સખી મંડળમા બહેનોને રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે તેમજ લોન પણ આપવામાં આવી હતી જેમાંથી તેઓએ સિલાઈ મશીન ખરીદઈને કાપડનું ઘરે શરૂ કર્યું છે. આવી રીતે આયોજિત થતાં સખી મંડળના મેળામાં ભાગ લઈને એમના દ્વારા તૈયાર કરવામાં આવટી વસ્તુઓનું વેચાણ કરે છે. વસ્તુઓના વેચાણથી થતી આવકથી સખી મંડળની બહેનો આત્મનિર્ભર બન્યા છે આ ઉપરાંત ઘરખર્ચમાં પણ મદદરૂપ થયા છે.
આ ઉપરાંત અન્ય એક બારૈયા દેવુબેન જણાવે છે કે ક્રિસ મહિલા મંડળમાં તેઓ પાંચ વર્ષથી જોડાયેલા છે અને 10 બહેનોના ગ્રુપ દ્વારા મંડળ કાર્યરત છે. શરૂઆતમાં 10 હજારની લોનથી કટલેરીનો ધંધો શરૂ કર્યો હતો. આજે તેઓ કળસારમાં દુકાન ધરાવે છે. આમ, તેઓ આર્થિક રીતે આગળ તો આવી જ ગયા છે સાથોસાથ બાળકોનું પણ ધ્યાન રાખે છે. આમ, તેઓ આર્થિક પગભર થઈને આત્મનિર્ભર બન્યા છે.”નમો સખી સંગમ મેળા” મા એમનો કટલેરી નો સ્ટોલ આવેલો છે.
અહેવાલ: આનંદસિંહ રાણા