- રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો ફલાઈટ ઉડાન ભરી શકશે : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ દ્વારા ગુડસ ડમ્પીંગ માટે અપાઈ મંજૂરી
હિરાસર સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથક્ષ હવે કાર્ગો ફલાઈટ ઉડાન ભરી શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ દ્વારા ગુડસ ડમ્પીંગ માટે મંજૂરી આપી દેવામા આવી છે. હિરાસર એરપોર્ટ પરથી હવે ઈન્ટરનેશનલ ફલાઈટ પણ ઉડાન ભરે તે દિવસો બહુદૂર રહ્યા નથી.
હિરાસર સ્થિત રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આગામી દિવસોમાં દેશના સીમાડા વટાવી પરદેશમાં ઉડાન ભશે. કાર્ગો ફલાઈટ જે વિદેશમાં માલ સામાન ભરીને વિદેશમાં જશે હવે પેસેન્જરોને લઈને વિદેશમાં ઉડાન ભરે તેવી વિમાની સેવા પર આગામી દિવસોમાં શરૂ થશે તેવા સુખદ સંજોગો વર્તાય રહ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ નિરંતર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આગામી રવિવારે અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવા આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો પણ પ્રારંભ કરવામાં આવશે, જેનો પ્રારંભ કાર્ગો ફ્લાઈટ્સ સાથે થઈ શકે છે. કારણ કે, એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એરપોર્ટ ખાતે ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટ થતાં ગુડ્સ લોડીંગ/ અનલોડીંગ માટે મંજુરી આપવામાં આવી છે. જેને લીધે આગામી સમયમાં રાજકોટથી ગુડ્સ વહન અર્થે આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ ઓપરેટ કરી શકવાના માર્ગ ખુલ્યા છે, જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો માલસામાન દેશ પરદેશમાં વિમાન દ્વારા મોકલી શકશે. કાર્ગો ફલાઈટ સેવા શરૂ થવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના વેપાર ઉદ્યોગને પણ વેગ મળશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓનો માલ સામાન આસાનીથી વિદેશમાં વહન કરી શકાશે.