Abtak Media Google News

પૂ.ધીરગુરુ દેવ રંગપર ખાતે શાંતિનાથ ઉપાશ્રયે પધરામણી

જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર ખાતે પૂ.ધીરગુરૂદેવના જશાપર ચાતુર્માસ વિહાર શુભેચ્છા પ્રસંગે પ્રવર્તિની પૂ.વનિતાબાઇ મ.સ. આદિ, પૂ.વિમલાજી મ.સ.,પૂ.જશુબાઇ મ.સ., પૂ.હસુતાજી મ.સ., પૂ.સ્મિતાજી મ.સ., પૂ.સરોજજી મ.સ. આદિ ઠાણાની ઉ5સ્થિતિમાં ભક્તામર બાદ પૂ.ગુરૂદેવે ધર્મસભાને જણાવેલ કે માત્ર આરાધનાથી નહિ ભાવની શુધ્ધિ-વિશુધ્ધિથી આરાધક બની શકાય છે. ચાતુર્માસનો સમય કષાયોની ઉપશાંતિ અને રાગ-દ્વેષની શાંતિ માટે છે.

જેના જીવનમાં નીતિ-નિષ્ઠા હોય છે તે કલ્યાણ કરી શકે છે. સંપ્રદાયના પૂ.સંત-સતીજીઓનું સ્નેહમિલન મહાવીરનગર જૈન સંઘમાં ઉલ્લાસપૂર્વક સંપન્ન થયેલ.ત્યારબાદ ગોંડલ સંપ્રદાયની ચાતુર્માસ સૂચિ અંગે બેઠક મળી હતી. સમાચારી કે નિયમોનો વિચાર વિમર્શ જ્યારે સાધુ સંમેલન મળે ત્યારે થઇ શકે. ગોંડલ સંપ્રદાયની ગરિમા ઝંખવાય નહિ તે માટે સજાગ રહેશો.

પૂ.વનિતાબાઇ મ.સ., પૂ.સ્મિતાજી મ.સ.એ વિહાર શુભેચ્છા પાઠવતાં મંગલ કામના કરી હતી.ચંદ્રકાંતભાઇ શેઠએ રાજકોટમાં સમાજ ઉપયોગી જૈન બોર્ડિંગ ભવન વગેરેની અનુમોદના કરી અભિવંદના કરી હતી.

જશાપર ચાતુર્માસ કમિટિના એન.એમ.ગાગલીયાએ પ્રવેશોત્સવ પ્રસંગે 26 જૂનના પધારવા અનુરોધ કરેલ. સર્વ પ્રફૂલભાઇ જસાણી, દિનેશભાઇ દોશી, રાજુભાઇ બાટવીયા, રાજેશભાઇ વિરાણી, તારકભાઇ વોરા, મયૂરભાઇ શાહ, સતીશભાઇ બાટવીયા, વિમલભાઇ પારેખ, વિપુલભાઇ પંચમીયા, મહેશભાઇ મહેતા, ધીરૂભાઇ વોરા, નલીનભાઇ બાટવીયા, મુકેશભાઇ કામદાર, ડોલરભાઇ કોઠારી, કિરીટભાઇ શેઠ, શિરીષભાઇ બાટવીયા, કૌશિકભાઇ વિરાણી, હર્ષાબેન મોદી, નીરવભાઇ સંઘાણી, વિશાલભાઇ શાહ, દીપકભાઇ પટેલ, હિતેન મહેતા, કમલેશ કોઠારી, મનીષભાઇ દેસાઇ, બિપીનભાઇ પતીરા, જયેન્દ્રભાઇ શાહ, વિનુભાઇ મારફતીયા, મહેશભાઇ શેઠ વગેરેએ વિહાર શુભેચ્છાની અનુમોદના કરેલ. પૂ.ધીરગુરૂદેવ રંગપર ખાતે શાંતિનાથ ઉપાશ્રયે પધાર્યા છે.

પડધરીમાં કાલે પૂજય ધીરગુરુદેવનું પ્રવચન

Dsc 1843 Scaled

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવ આવતીકાલે તા.પ ને રવિવારે સવારે 7.30 કલાકે સ્વાગત અને 8 થી 9 કલાકે જૈન ઉપાશ્રયે પ્રવચન યોજાશે.જયારે તા. 6 ને સોમવારે ધ્રોળ જૈન સંઘમાં સવારે 8.30 કલાકે પધારશે. તેમ સુભાષભાઇ પટેલ અને યોગેશભાઇ મહેતાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.