‘રામધામ’ ભૂમિમાં આજે રઘુવંશી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન: માનવ મહેરામણ ઉમટશે

બાઉન્ડ્રી રાજકોટ રોડ ઉપર જાલીડા ગામના સીમાડે

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ભગવાન શ્રીરામચંદ્રજીના ભવ્યાતીભવ્ય મંદિર માટે સંપાદન થયેલ “રામધામ” ભૂમિ ઉપર ત્રિ-દિવસીય શ્રીરામ યજ્ઞની આજે પૂર્ણાહુતિ હોમ સાથે રામધામની ભૂમિ ઉપર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરના રઘુવંશી સમાજનું મહા સંમેલન યોજાશે.રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઇ સોમાણીની પાંચ વર્ષની મહેનત અને પગરખા નહીં પહેરવાની કઠોર માનતાનો સફળતા મળી છે.

ભગવાન રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ માટેની જ્ઞાતિ એકતા સહિત મુદ્ાઓ મહાસંમેલનમાં ચર્ચાશે.રામધામ ખાતે આજે રાજકોટથી શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેશનની સદસ્ય મનીષભાઇ રાડીયા, વેપારી અગ્રણી દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ, શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઇ પુજારા, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક સહિતના અગ્રણીઓ પધાર્યા હતા અને યજ્ઞશાળામાં યજ્ઞ દેવના અને ભગવાન શ્રીરામચંદ્રજીના દર્શન કર્યા હતા.

દરરોજ વાંકાનેર, મોરબી, ચોટીલા, રાજકોટ થી બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારો રામધામ પધારે છે અને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે.

તા.12મીના મળનાર રઘુવંશી સંમેલનમાં ઉ5સ્થિત રહેવા વાંકાનેરના લોહાણા સમાજના નાના-મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે તેમજ વાંકાનેરથી સવારે 8:00 વાગ્યે રામધામ આવવા માર્કેટ ચોક અને જીનપરામાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મોરબી લોહાણા મહાજન દ્વારા પણ રામધામ આવવા માટે સવારે 8:00 વાગ્યે શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતેથી બસ, મોટર કાર સહિતના વાહનોની વ્યવસ્થા ગોઠવી છે. રામધામ ભૂમિ ઉપર મહાસંમેલનની તડામાર તૈયારી ચાલી રહી છે. તા.12મીના રઘુવંશી સમાજના અગ્રણીઓનું અદકેરૂં સન્માન પણ થશે તેમ રામધામ કમિટી દ્વારા જણાવાયું છે.