Abtak Media Google News

સગીરાનું અપહરણ કરી ચાલુ કારે નરાધમોએ હવનો શિકાર બનાવી: પિડીતાને ન્યાય માટે પોલીસની  સરાહની કામગીરી: આરોપી સામે ફીટકાર

અબતક,રાજકોટ

ભાવનગરની સગીરવયની યુવતીનું કાળીયાબીડ વિસ્તારમાંથી ઈકો ગાડીમાં અપહરણ કરી ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે પર ચાલુ ગાડીએ દુષ્કર્મ ગુજરનાર ત્રણે શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ ભાવનગર પોલીસે ગેંગરેપના ત્રણે આરોપીઓ સામે માત્ર ચોવીસ કલાકમાં જ ચાર્જશીટ દાખલ કરી તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા હતા.

વર્તમાન સમયમાં મહિલાઓ વિરૂદ્ધનાં જાતીય ગુનાઓમાં સંવેદનશીલતા સાથે આરોપીઓ વિરૂદ્ધ સખત નીતિ રાખી ઓછામાં ઓછા સમયમાં ન્યાયિક કાર્યવાહી કરી ભોગ બનનારને ન્યાય અપાવવા માટે ગુજરાત સરકારે લીધેલા પગલાના સંદર્ભે ભાવનગર પોલીસે પણ ગઈકાલે કાળીયાબીડ ભગવતી સર્કલ ખાતેથી સગીરવયની યુવતીનું તેના પરિચીત શખ્સ મનસુખ ભોપાભાઈ સોલંકી (રહે.કાળીયાબીડ, પ્લોટ નં.4378, શાંતિનગર-1, શ્રીજી હોલની પાછળ, ભાવનગર) એ ઈકો ગાડીમાં અપહરણ કરી તેના બીજા અન્ય મિત્રો સંજય છગનભાઈ મકવાણા (રહે.ત્રાપજ વાવની બાજુમાં) અને મુળ બિહારનો (હાલ ત્રાપજ), ખોડીયાર હોટેલ મુસ્તુફા સાઈનુલક શેખએ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડીરાત્રીના કારમાંજ આ ત્રણે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં વહેલીસવારે અલંગ પોલીસને નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ત્રાપજ પાસેથી આ કાર મળી આવતા જેમાંથી બેશુદ્ધ હાલતમાં સગીરા અને ત્રણે શખ્સો મળી આવ્યા હતા. જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને ધ્યાને લઈ નિલમબાગ પોલીસ મથકમાં ત્રણે શખ્સો સામે ફરિયાદ નોંધી અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ઐતિહાસિક બાબતરૂપ બનાવ બન્યાના માત્ર 24 કલાકમાં જ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી તમામને જેલહવાલે કરી દીધા હતા.

ગેંગરેપની આ ઘટનાને લઈ ભાવનગર શહેર તથા જિલ્લામાં લોકોમાં ભારે રોષ સાથે આરોપીઓ સામે ફીટકાર વરસાવ્યો હતો અને આરોપીઓને દ્રષ્ટાંતરૂપ કડકમાં કડક સજા થાય જેથી ફરી આવી ઘટનાઓને નિવારી શકાય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.