વિશ્વાસ ફિલ્મ્સ પ્રસ્તુત ઐતિહાસિક ભાવગીત પાવનભુમી પાંચાળની ૧૧મીએ રિલીઝ થશે

અબતક, રામસીંગ મોરી, સુત્રાપાડા

ગુજરાતના પ્રસિદ્ધ આપા ઝાલા ના ધામના ઇતિહાસ સમા જેમાં સીતા સમી અર્ધાંગિની રૂપ માંતાની ભક્તિ, આપા રતાના સદગુણો, તેમજ સમાધી, તેમજ કામધેનુ જેવી ગૌરી ગાયુનાં ગીતડાં, તેમજ ખીજડાનું પ્રમાણ, ઝાલા મટી જલા થયા વીરપુરમાં જલારામ સહિતનો અમર ઇતિહાસના વર્ણન સાથે આ ગીતની રચના ગુજરાતના મશહૂર કવિ ગ્વાલ (ભીખુભાઇ રાજપરા) એ કરેલ છે ત્યારે તેને મધુર સ્વર પૂરો પાડ્યો છે.

રાજકોટના લોકગાયક ધવલ રાયકાએ આ સોંગનું ડાયરેકશન કર્યું છે “વિશ્વાસ ફિલ્મ્સ” ની પ્રોજેક્ટ મેનેજર અને ડાયરેક્ટર એવી રાજકોટની અભિનેત્રી ધારા પટેલ એ આ સોંગ એ ખાસ કરીને લોહાણા સમાજ તેમજ રબારી સમાજ સહીત અનેક ધર્મપ્રેમી દર્શકોમાં અનેરું આકર્ષણ ઉભું કરેલ છે જેની આતુરતાનો અંગ ૧૧ સપ્ટેમ્બર શનિવારે “વિશ્વાસ ફિલ્મ્સ” યુ ટ્યૂબ ચેનલ દ્વારા લાવવાના શુભ પ્રયાસ હાથ ધરેલ છે એમ “વિશ્વાસ ફિલ્મ્સ” – ગીર સોમનાથના સફળ નિર્માતા ભગુભાઈ વાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.