અંબાજી મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક ગાથા

મા અંબાના પ્રાગટયનો ઈતિહાસ પુરાણોમાં જણાવ્યા અનુસાર, પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. તેમજ દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. ત્યારે પિતાના ત્યાં યજ્ઞ છે, તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા હતા.

પિતાના ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેતા અને પિતાના મોઢે પતિ શંકરની નીંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. તેમજ ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ કર્યું હતું, અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા હતા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ ન થાય તે માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી પૃથ્વી પર વેરાવી દીધા હતા. આ સાથે સતી દેહના ભાગ તથા આભૂષણો 52  સ્થળો પર પડયા હતા. ત્યારથી 52 શક્તિપીઠની સ્થાપના થયું છે. અંબાજીના આ સ્થળે 1-1 શક્તિ તથા 1 ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા હતા.

SHANKAR

આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો

તંત્ર ચુડામણીમા આ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ છે. આ દરમિયાન 1 શક્તિપીઠ આરાસુર અંબાજીનું નામ પણ પુરાણોમાં જોવા મળે છે. તેમજ આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે.

ભગવાન કૃષ્ણની બાબરી અંબાજીમાં થઈ

ભાગવતમાં ઉલ્લેખ છે કે, ભગવાન કૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા માં અંબાના સ્થાને થઈ હતી. આ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને 7 દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.

પાંડવો અંબાજીમાં તપ કરવા આવ્યા

પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.

RAMBAN

 

ભગવાન રામને માં અંબાએ અજય બાણ આપ્યું

વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ત્યાં ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.