Abtak Media Google News

5 ઓગસ્ટ 2019ના સમય પહેલાનું જમ્મુ-કાશ્મીર અને આજના કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેના જમ્મુ કાશ્મીર વચ્ચે જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. દેશ આખો આઝાદીના 75 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ વખતે કાશ્મીરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 29 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરના લાલચોકમાં ઐતિહાસિક ઘટના ઘટી છે. આતંકીઓના ગઢ કહેવાતા એવા લાલચોકમાં સ્થિત કલોક ટાવર ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યો છે.

ઉલ્લેખનીય છે કે બંધારણની કલમ 370 હટાવતા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને લદાખમાં ઘણા મોટા ફેરફારો નોંધાયા છે. વાતાવરણ એટલું બદલાઈ ગયું છે કે શ્રીનગર શહેરમાં આતંકવાદીઓનો ગઢ કહેવાતો લાલ ચોક પણ દેશભક્તિના રંગમાં ડૂબી ગયો છે. શ્રીનગરના મેયર જુનેદ મટ્ટુનુ ટ્વીટ આ પરિવર્તન વિશે કહી રહ્યું છે.

મેયર મટ્ટુએ ટ્વિટ કર્યું છે કે લાલ ચોકનાં પ્રખ્યાત ક્લોક ટાવરનો ફોટો મૂક્યો છે. આ ક્લોક ટાવરને 15 ઓગસ્ટ પહેલા તિરંગા લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. ક્લોક ટાવરમાં નવી ઘડિયાળો લગાવવામાં આવી રહી છે. જ્યારે આ ઘડિયાળો ટિક કરીને નવો સમય જણાવશે, ત્યારે આતંકવાદના યુગનો જૂનો સમય ધીમે ધીમે ખતમ થઈ જશે.

નોંધનીય છે કે બે દિવસ પહેલા જ
જમ્મુ કાશ્મીરમાંથી 370 હટયાને બે વર્ષ પૂર્ણ થયા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરતા પહેલા મુફ્તી અને અબ્દુલ્લા કુળ જમ્મુ -કાશ્મીરમાં વિવિધ ધમકીઓ આપતા રહ્યા. પીડીપીના વડા અને પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જો 370 હટાવી દેવામાં આવે તો ઘાટીમાં આગ લાગશે. તે જ સમયે, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર કહેતા હતા કે જો વિશેષ દરજ્જો રદ કરવામાં આવે તો ત્રિરંગો લહેરાવવા ઘાટીમાં કોઈ નહીં મળે. પરંતુ આ પ્રકારની ધમકીઓ નિષ્ફળ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.