Abtak Media Google News

ભારતના ટોચના ઘોડેસવાર ફવાદ મિર્ઝા(Fouaad Mirza)એ આ વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે સત્તાવાર રીતે ક્વોલિફાય કરી છે. આ સાથે ભારતને 21 વર્ષમાં ઘોડેસવારમાં ઓલિમ્પિક રમતોમાં ક્વોટા મેળવવામાં સફળ રહ્યો છે. તેમણે Minimum Eligibility Requirement (MER) પૂરા કરીને ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો છે. ફવાદે પોલેન્ડના બાબોરોવ્કો ઇક્વેટોરિયન ફેસ્ટિવલમાં શનિવારે શરૂઆતમાં બે સ્પોટ જીતીને ક્વોટા હાંસલ કર્યો હતો. ભારતીય સ્પોર્ટસ ઓથોરિટી (SAI)એ એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી.

નોંધનીય છે કે ફવાદનું નામ ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇક્વેસ્ટેરિયન સ્પોર્ટ્સ (FEI)ની ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થનારા ખેલાડીઓની યાદીમાં હતું. પરંતુ ઔપચારિક્તા પુરી કરવા માટે ફવાદે (MER)ફાઇનલ ક્વોલિફિકેશ મેળવવાનું હતું. જે તેણે પ્રાપ્ત કરી લીધુ. અગાઉ ગત મહિને પોલેન્ડમાં જ ફવાદ અન્ય એક ટૂર્નામેન્ટમાં આ ક્વોલિફિકેશન મેળવતા સહેજમાં ચૂકી ગયો હતો. આ ક્વોલિફિકેશનની ડેડલાઇન 24 જૂન છે.

ફ્વાદ મિર્ઝાએ 2018માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર ફ્વાદ 36 વર્ષના પ્રથમ ભારતીય ઘોડેસવાર હતા. જ્યારે ઓલિમ્પિક ક્વોલિફાય થવા અંગે ફવાદે (Fawad Mirza qualifies for Olympics)જણાવ્યું કે, “સપ્તાહનાં અંતે મારા પર બહુ દબાણ હતુ, કારણ કે મારા માટે એમઇઆર મેળવવાનો આ છેલ્લી તક હતી. છેવટે આપણે તે મેળવવામાં સફળ રહ્યા. તે જણાવે છે કે મારા ઘોડા સારા ફોર્મમાં છે અને હું પણ સારુ પરફોર્મ કરી રહ્યો છું.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.