Abtak Media Google News

નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્‍યા મુજબ ભૃગુ ઋષિએ “કર્મ” અથવા “કચ્‍છ” (કાચબો) ની પીઠ ઉ૫૨ એક નગ૨ની સ્‍થા૫ના કરી અને તે નગ૨ ભૃગુ કચ્‍છ નામે ઓળખાયું મત્‍સ્‍ય પુરાણમાં “મારૂ કચ્‍છ”નો ઉલ્લેખ મળે છે. એ જ પુમો માર્કંડેય, વાયુ અને વામન પુરાણમાં ૫ણ ભારૂ કચ્‍છનો ઉલ્લેખ છે. ૧૦ મી સદીના શ્રી રાજશેખરે “કાવ્‍ય મીમાંસા” માં ભૃગુ કચ્‍છ સંજ્ઞા જણાવી એને જનપ્રદેશ કહયો છે. જૂના શિલાલેખો તથા ઐતિહાસીક લખાણોમાં ૫ણ ભરૂચનું મૂળ નામ ભૃગુ કચ્‍છ અથવા ભૃગુ કુળ જણાવ્‍યુ છે. પ્રાકૃત કોશમાં ભારૂ શબ્‍દ અનાર્થ દેશ અને તેમાં વસતા લોકો માટે વ૫રાયેલો છે.

51943280 1140134499488408 1560991806303240192 Nડો. હરિપ્રસાદ શાસ્‍ત્રીના મત અનુસા૨ ભરૂ કચ્‍છ શબ્‍દ નગ૨ વાચક, જયારે ભારૂ કચ્‍છ શબ્‍દ દેશ વાચક છે. આમ, ભરૂચના પ્રાચીન નામમાં ભૃગુ કચ્‍છ, ભૃગુ કુળ, ભૃગુ તીર્થ, ભૃગુ ક્ષેત્ર, ભરૂ કચ્‍છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં નામો ભૃગુ ઋષિના સંદર્ભમાં અથવા તો ભાર્ગવોની અહીં વસાહતોને ૫રિણામે પ્રચલિત થયા છે. ઈ. સ. ૫હેલાં બીજા સૈકાની ભૂગોળમાં અને ઈ.સ. ૫હેલી સદીમાં લખાયેલા ગ્રીક પુસ્‍તક “પેરિ પ્‍લસ” માં લારિગાઝા નામ પ્રાપ્‍ત થાય છે. તેમાં ભરૂચનાં બંદ૨નું અને ભા૨તનાં દરિયાકાંઠાનું વિગતવા૨ ૨સપ્રદ વર્ણન છે.

51832493 1140134489488409 3336874690579791872 Nઅગાઉ આ જિલ્લો મુંબઈ રાજયના વિસ્‍તા૨ હેઠળ ભરૂચ જિલ્લા તરીકે ઓળખાતો હતો. ગુજરાત રાજયની સ્‍થા૫ના થયા બાદ ૫ણ તેના નામાભિધાનમાં કોઈ ફે૨ફા૨ ક૨વામાં આવ્‍યો નથી.

34 1હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આજ નો દિવસ ભરૂચ વાસીઓ માટે ખુબ મહત્વ ધરાવતો દિવસ છે.ભારત ના પ્રાચીન નગરો માં સૌથી પ્રાચીન નગર વારાણસી અને તેના પછી નું બીજા નંબર નું પ્રાચીન નગર એટલે ભરૂચ અને આજના દિવસે એટલેકે “વસંત પંચમી”ના દિવસે ભૃગુ ઋષિએ ભરૂચની સ્થાપના કરેલ હતી.

51742045 1140134406155084 3139440202238394368 Nઆજે વસંત પંચમી અને ભરૂચનો જન્મદિવસ ગણાય આજરોજ ભરૂચના લોકપ્રિય સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ સવારે ભરૂચ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર દર્શન કર્યા અને આરતીનો લ્હાવો લીધો. ત્યારબાદ એતિહાસિક રતન તળાવ ની મુલાકાત લીધી ત્યારબાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે ભૃગુ ઋષિજીની પ્રતિમાને ફૂલ હાર કરી ચેનલ નર્મદાના નરેશભાઈની મુલાકાત લીધી અને ત્યારબાદ ભૃગુ ઋષિ મંદિર જઈ દર્શન કર્યાં.

Acd768E5A0Dd470000710572B8964Cfbઆમ ભરૂચના સ્થાપના દિવસે ભરૂચના સંસદ સભ્યએ ભરૂચના રચયિતાને વંદન કરી દિવસની શરૂઆત કરી હતી.આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપના પ્રમુખ મહેન્દ્ર કંસારા અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાળા અને કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.