- કદમ કદમ મિલાયે જા…. રખ હોંસલા… તુમ્હે વક્ત બદલના હૈ
- શહેરમાં એક નહીં, પરંતુ અનેક એવી વિભૂતિઓ જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવીને “રાજકોટ”નું નામ વિશ્ર્વ ફલક પર રોશન કર્યું: અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં તેજસ્વી હિરલાઓએ સમગ્ર માહિતીની કરી આપલે
માનવ એ ઈશ્વરની સર્વોત્તમ રચના છે. પરંતુ કેટલાક જુજ મનુષ્યો તો ઈશ્વરે એવા ઘડયા છે, જે સમગ્ર માનવજાતિ એક ચમત્કાર જેવા હોય છે. જેનામાં ઈશ્વર કોઈ એક એવું અનોખું તત્વ મુકેલ હોય છે, જે પૃથ્વી પરના તમામ અન્ય કરતા તેને જુદું જ બનાવે છે. ટૂંકમા આવા લોકો પૃથ્વી પર ખુબ જ જુજ હોય છે. આવ જ લોકોનાં કાર્યને વિશ્વ કક્ષાએ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને રાષ્ટ્ર કક્ષાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ પોતાની પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્થાન આપી તેઓનું બહુમાન કરે છે. સૌરાષ્ટ એ તો સુરા અને ભક્તોની ભૂમિ તરીકે ઓળખાય છે. જેનું પાટનગર એટલે રાજકોટ આપણું શહેર, રાજકોટ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે અહી એક નહિ પણ અનેક એવા વ્યક્તિઓ છે, જેઓએ કોઇ વિશિષ્ટ ક્ષેત્રમાં અનોખું ખેડાણ કરી ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં આપણા શહેરનું નામ રોશન કર્યું છે, જે ખરેખર આજના સમયના જ્વેલ્સ ઓફ સૌરાષ્ટ્ર છે. જેઓનો જન્મ આ રાજકોટમાં થયેલ છે. જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવીને રાજકોટનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં ડોક્ટર દીપક શર્મા નિકુંજ વાગડિયા ડોક્ટર હિમાંશુ ઠક્કર વિશાલ નાગાણી બીટ્ટુ ગાંધી હરેશ ઝવેરી એ સમગ્ર માહિતી આપી હતી. તેમનું યોગદાન અને સિદ્ધિઓ માત્ર રાજકોટ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયી છે. તેઓ યુવા પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે દ્રઢ નિશ્ચય અને સખત પરિશ્રમથી કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.
નાક, કાન, અને ગળાની જટિલ સર્જરી કરી હજારો દર્દીઓને નવજીવન આપતા ડો.હિમાંશુ ઠક્કર
અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે વિશ્વ ક્ષેત્રે નાક, કાન અને ગળાના જૂજ સફળ તબીબોમાં તેઓનું નામ માનભેટ લેવામાં આવે છે. કારણકે આ ક્ષેત્રમાં જોવા મળતા દુર્લભ રોગો અને તકલીફો કે જેમાં દર્દીના મૃત્યુ કે ખોડ-ખાંપણની સંભાવના રહેલી છે તેવા રોગોની જટિલ સર્જરીઓ સફળપૂર્વક પાર પાડી લાખ્ખો દર્દીઓને નવું અને આનંદમય જીવન આપ્યું છે. તાજેતરમાં જ તેમણે એક દર્દીના નાકમાંથી દૂરબિન વડે 8 ભળત ડ્ઢ 25 ભળત મોટી મસો કાઢી મેડીકલ મારવૈશ શ્રેણીમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. આ ઉપરાંત તેઓએ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડઝમાં પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેમાં એક બાળકનો શ્વાસનળીમાં સાત વર્ષથી ફસાયેલ પ્લાસ્ટિકની સિસોટી દુરબિન વડે કાઢી આપવાની સફળ સર્જરી કરી આપી હતી. ડોક્ટર એ ભગવાન તુલ્ય છે તે ઉક્તિ તેઓએ ચરિતાર્થ કરી બતાવી છે. તેમને ઇન્ડિયન મેડીકલ એસોસીએશન નેશનલ એવોર્ડ પાઈડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ, બેસ્ટ ઇન્ટરનેશનલ પર્સનાલીટી એવોર્ડ પણ મળી ચુક્યા છે.
લોંગેસ્ટ ગાંધી કથા કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવતા મીનુ જસદણવાલા
અબતક સાથેની વાતચીતમાં મીનું જસદણવાલા એ જણાવ્યું હતું કે મદદ શબ્દનું જીવંત ઉદાહરણ તેમજ સમાજના સહયોગથી આશરે 550 જેટલા નિ.સહાય બાળકોને સાઇકલની ભેટ અપાવી શાળાએ જતા કર્યા છે તેઓ અનેક અબોલા જીવોનું હાલતું ચાલતું મદદ કેન્ટ છે. તેઓ સૌ પ્રથમ એશિયન છે કે જેઓએ 2500 કવિતાઓનો એક વર્ષ જેટલા ટૂંકાગાળામાં મુખપાઠ કરી,ભારતમાં લોંગેસ્ટ ગાંધી કથા કરવા માટે સૌથી મોટા પોસ્ટકાર્ડના નિર્માણ અને મેરેથોન ટોડીંગ કરવા માટે તેઓના અનેક રાષ્ટ્રીય વિક્રમો જેમકે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં નામ નોંધાવેલ છે. હાલમાં તેઓ મહિલા કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે
180 અંશના ખૂણે પગ વાળી ઉલ્ટા પગે આગળ- પાછળ ચાલવાનું વિરલ કૌશલ્ય ધરાવતા બીટ્ટુ ગાંધી
અબતક સાથેની વાતચીતમાં બીટ્ટુ ગાંધીએ જણાવ્યું હતું કે, હાડકા મેડીકલ મિસ્ટ્રી જેવા છે જેઓ પોતાનો પંજો કોઈપણ વિશેષ પ્રયત્ન કે તકારીક વિના 180 અંશના ખૂણે પગ વાળી ઉલટા પગે આગળ અને પાછળ ચાલવા જેવા વિરલ કૌશલ્યનો સમાવેશ થાય છે. આ અંતર્ગત પગને 180 અશના ખૂણે વાળી 2085 પગલા ઉલટા ચાલવા માટે તેઓનો નામે લિમ્કા બુક બીફ રેકોર્ડઝમાં બને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં રાષ્ટ્રીય વિક્રમ દર્જ થયેલ છે. તો વળી, અમેરિકાનીપ્રતિષ્ઠિત રીપ્લીઝ બીલીવ ઇટ ઓર નોટ સંસ્થા દ્વારા વિશ્વ કક્ષા એ તેઓની સિદ્ધિ પ્રકાશિત કરવામાં આવી છે.
6000 ટાઇનો સંગ્રહ કરી ટાઈમેન તરીકે ઓળખાતા ડો.દીપક શર્મા
અબતક સાથેની વાતચીતમાં ડો. દીપક શર્મા જણાવ્યું હતું કે મને ટાઇમેન તરીકે ઓળખવામાં આવે છે. પોતે એક પ્રતિષ્ઠિત રીટાયર્ડ બેંકર છે. જેઓને ને ટાઈ એકત્રિત કરવાનો અસાધારણ શોખ છે. 16 વર્ષના સમયગાળામાં તેમને 6000 ટાઈનો પ્રભાવશાળી સંગ્રહ કર્યો છે. જેમાં એકપણ ટાઈનું પુનરાવર્તન થયેલ નથી. કેબીસીમાં માં અમિતાભ બચ્ચન સાહેબે પેહેરેલી વિશેષ ટાઇ પણ તેઓના આ અનોખા સંગ્રહમાં છે. આ ઉપરાંત તેઓનું વિશેષ કૌશલ્ય ગણતરીની સેકંડોમાં ટાઈ બાંધી આપવાનું છે, પહેલા પગારમાંથી એક ટાઈ ખરીદી હતી ત્યારબાદ પગાર વધતા ની ખરીદી પણ બમણી થવા લાગી આજે તેમની પાસે 6000 જેટલી ટાઈ નો સંગ્રહ છે ત્યાર પછી ઓફિસે પણ દરરોજ ટાઈ પહેરીને જવા લાગ્યા આ ઉપરાંત ચેસ,સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવ્યું છે. આ કૌશલ્યના કારણે તેઓનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમા દર્જ કરવામાં આવ્યું છે. તેઓના એક નહીં પણ આવા અનેક વિશ્વવિક્રમો છે
ગાણિતીક ગણતરીમાં એ.આઈ.ને હંફાવી દેતા વિશાલ નાગાણી
ગાણિતિક ગણતરીમાં એઆઈને હંફાવી દેતો વિશાલ નાગાણી આપણા રંગીલા રાજકોટ ની શાન સમો છે, વિશાલ નાગાણી જે એક થી સો કરોડ સુધીના કોઇપણ ગુણાકાર કામ્પ્યુટર ગણો આપે તે પહેલા તમને મોઢે જ કરી આપે છે, અબતક સાથેની વાતચીતમાં વિશાલ નાગાણીએ જણાવ્યું હતું કે, હું સતત પ્રયત્ન કરતો રહું છું તેમ જ મેં માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે છતાં પણ એક થી સો કરોડ સુધીના ગુણાકાર કરી શકું છું વિદ્યાર્થીઓને પણ એ જ કહીશ કે ગણિત સાથે દોસ્તી કરીને તેને શીખવાનો પ્રયાસ કરવો સૌથી સહેલી ભાષા ગણિત છે આ ઉપરાંત વિશાલભાઈ ને હુમન કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે તેઓના અદભુત કૌશલ્ય દ્વારા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં અનન્ય સ્થાન મેળવ્યું છે
તલના દાણા જેવડું વિશ્ર્વનું નાનું પુસ્તક અંગુઠા જેવડા કદના રામાયણ, મહાભારત અને કુરાનનાં પુસ્તકોની રચના કરતા નિકુંજ વાગડીયા
અબતક સાથેની વાતચીતમાં નિકુંજ વાગડિયા તે જણાવ્યું હતું કે રાજકોટના વિશ્વ પ્રખ્યાત મીનીએચર આર્ટીસ્ટ, આંતરાષ્ટ્રીય પતંગવીર, બાળ કેળવણીકાર, એજ્યુકેશનલ ટોય રીસર્ચર અને ઇનોવેટર અને બાળ છબીકલાકાર (ફોટોગ્રાફર) છે જેઓએ હથેળીમાં સમાઈ જાય, તેવડા કદના આશરે 300 યુકડા પુસ્તકો નરી આંખે લખી, ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમા નામ દર્જ કરાવ્યું છે. તેઓ આ ક્ષેત્રે રેકોર્ડ દર્જ કરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ છે જેમાં તલના દાણા જેવડું વિશ્વનું સુક્ષ્મતમ પુસ્તક પણ સમાવિષ્ટ છે ઉપરાંત અંગુઠા જેવડા કદના રામાયણ, મહાભારત અને કુરાનનાં પુસ્તકો શામેલ છે. આ ઉપરાંત વિશ્વ આખાયમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવા નવીનતમ શૈક્ષણીક ઉપકરણોની શોધ કરવા બદલ તેઓને કેન્દ્ર સરકાર દ્વારા ટોયકેથન રાષ્ટ્રીય પુરસકાર પ્રાપ્ત થયો છે. આ અનોખા ઉપકરણોની પેટન્ટ લેવા માટે પણ સરકાર દ્વારા તેઓને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તેઓના ઉપકરારા દ્વારા નાસ્તો કરવા જેટલા મામુલી ખર્ચમાં આખુય પાઠ્યપુસ્તક ગણતરીની મીનીટોમાં પેકટીકલી શીખી અને યાદ રાખી શકાય છે જે આજના સમયના શિક્ષણની તાતી જરૂર છે. આ ઉપરાંત ભારત અને ગુજરાત રાજ્યમાં બાળ છબીકલા ક્ષેત્રે સવિશેષ કાર્યકરવા બદલ, રાજય સરકાર દ્વારા તેઓને ગુજરાતનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.
પ્રકૃતિના ખોળે લેહ – લદાખ તેમજ દુર્ગમ વિસ્તારોમાં બાઈકીંગ સાયકલિંગ કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવતા હર્ષ ઝવેરી
અબતક સાથેની વાતચીતમાં હર્ષ ઝવેરીએ જણાવ્યું હતું કે, ગોલ્ડ એન્ડ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી છે પરંતુ સ્વસ્થ રહેવું પ્રકૃતિના અને કુદરતના ખોળે રહેવુ તેઓનો આગવો શોખ છે. તેઓ ફુરસદના સમયમાં બાઈકિંગ, સાઇકલીંગ, સ્વીમીંગ અને ટ્રેકિંગ જેવો અનોખો શોખ પરાવે છે. કાશ્મીરના લેહ – લદાખ વિસ્તારના સૌથી દુર્ગમ અને વિશ્વમાં સૌથી ઉંચા કહેવાતા 18380 ફૂટ ઊંચા દુર્ગમ રસ્તા પર બાઈક દ્વારા જવાનો તેઓનો ગ્રુપ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં નોમીનેટ થયેલ છે.