Abtak Media Google News

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું.

સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર,ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો “પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ” છે…”મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે.”

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે: “આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર(flexible) સંઘ છે.

“સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.”ગ્રેનવીલે ઑસ્ટીન,૧૯૬૬,૩૨૧.

ઉપરોક્ત રાજ્ય પધ્ધતિ સાથે સહમત થઇ યુનાઇટેડ કિંગ્ડમના તત્કાલીન પ્રધાનમંત્રી(એપ્રીલ 1955 થી જાન્યુઆરી ૧૯૫૭) સર એંથોની એડને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુકે “અત્યાર સુધીની તમામ રાજ્ય પધ્ધતિઓમાં કરવામાં આવેલ તમામ પ્રયોગોને ધ્યાને લેતા હુ માનુ છુ કે ભારતની સંસદીય લોક્શાહીનું સ્વરુપ સૌથી નિરાળુ છે.

એક વિશાળ ઉપખંડ દશ હજાર વર્ષ ઉપરાંતની પધ્ધતિને મુક્ત લોક્શાહીમાં ફેરવી રહ્યો છે. આ એક હિમ્મતપૂર્વકનો નિણૅય છે. આ કોઇ આપણી નકલ નથી પરંતુ વિશાળ હ્રદયની તથા મુક્ત વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે જે આપણા સ્વપ્નાઓમાં પણ આવી નથી. જો આ સફળ થાય છે તો સમગ્ર એશીયા માટે અસિમિત ફાયદો થશે. આ પ્રયોગનુ પરિણામ ગમે તે આવે આપણે સૌએ આ પ્રયોગ કરનાર તમામને બિરદાવવા જોઇએ.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.