- મોપેડ સવાર 2 યુવતીને ટક્કર મારી કાર ચાલક થયો ફરાર
- સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
- CCTVના આધારે પોલીસે કાર ચાલાક વિક્રમસિંહ અટાલીયાને ઝડપ્યો
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના ઉતરણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઉતરાણ વિસ્તારમાં 2 યુવતીઓને કારચાલકે ટક્કર મારી હતી. મોપેડ સવાર યુવતીઓ ઉછળીને રસ્તા પર પટકાઈ હતી. ત્યારે આરોપી કારચાલક ટક્કર મારી ફરાર થયો હતો. ઘટના બનતાની સાથે જ સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા હતા. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી કારચાલક સામે અગાઉ પણ ગુનો નોંધ્યો હતો.
આ નાગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના ઉત્તરાણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી, જેમાં મોપેડ સવાર બે મહિલાઓને પાછળથી ઝડપભરી કારચાલકે ટક્કર મારી ઉડાવી દીધા હતા. 70 સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.કાર ચાલક વિક્રમસિંહ અજીતસિંહ અટાલીયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની ઉપર તડીપારની પણ કાર્યવાહી થઈ ચૂકી છે.
હિટ એન્ડ રનની ઘટના 22 માર્ચ, 2025ના રોજ બપોરે 4:00 વાગ્યે બની હતી, અને આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ઉતરાણ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી સુધી પહોંચવા માટે લગભગ 70 CCTV ફૂટેજ ખંગાળ્યા હતા. સીસીટીવીની મદદથી કાર ચાલક વિક્રમસિંહ અજીતસિંહ અટાલીયાની (ઉ.વ. 27) ઓળખ કરવામાં આવી, જે મોટા વરાછા, સુરતનો રહેવાસી છે અને ઓટો રિક્ષા ડ્રાઈવિંગ કરે છે.
ફરીયાદી અને તેની પુત્રી સુદામા ચોક પાસેથી મોપેડ પર સવાર થઈ રવાના થયા ત્યારે અજાણ્યા કારચાલકે પાછળથી પૂરઝડપે આવી ગફલતભરી રીતે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી.એક મહિલા સાત ફૂટ હવામાં ફંગોળાઈ હતી. ઠક્કર મારી અને મહિલાઓ ની સ્થિતિ જોઈ પણ તે કાર લઈને ઊભો રહ્યો નહિ અને ફરાર થઈ ગયો. ઉતરાણ પોલીસે IPC કલમ 125(એ), 125(બી), 281 તથા M.V. એક્ટ કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ અકસ્માતનો આરોપી વિક્રમસિંહ અજીતસિંહ અટાલીયા માત્ર હિટ એન્ડ રન કેસમાં જ નહીં, પરંતુ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોયેલો છે. વિક્રમસિંહ વિરુદ્ધ અગાઉ હત્યાનો પ્રયત્ન, મારામારી, હથિયારથી ઈજા પહોંચાડવી, રસ્તો રોકી અવરોધ ઊભો કરવો, ઉશ્કેરાટ કરવો, ગુનાને સમર્થન આપવું અથવા સહકાર આપવા માટે ગુન્હો નોધાઇ ચૂક્યા છે સાથે અમરોલી પોલીસ સ્ટેશન માં તડીપાર થઈ ચૂક્યો છે.
ઉતરાણ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી અને લગભગ 70 CCTV કેમેરાઓના ફૂટેજના આધારે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી વિક્રમસિંહને પકડી પાડ્યો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય