- હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના
- કાર ચાલકે 70 વર્ષીય આધેડને ઉડાડતા ઘટનાસ્થળે મો*ત
- કાર ચાલક કાર સાથે થયો ફરાર
- આધેડને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે પર એક પુરપાટ ઝડપે આવતી કારે રાહદારીને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મો*ત નીપજ્યું છે.
આ દુર્ઘટના હિંમતનગરમાં ટાટાના શોરૂમ આગળ બની હતી. CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કે એક કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને રોડ ક્રોસ કરી રહેલા 70 વર્ષીય આધેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મો*ત થયું હતું.
ઘટના બાદ કાર ચાલક પોતાની કાર સાથે ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની મદદથી કાર ચાલકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
70 વર્ષીય આધેડના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ દ્વારા કાર ચાલકને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ : સંજય દીક્ષિત