Abtak Media Google News

ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી અંડર બ્રિજ નીચે અજાણ્યા કારચાલકે દાળ પકવાન ની લારી બાઈક અને કારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અશ્વિન પરસોત્તમ મકવાણા ઉ. વ. 20, શિવમ સતેન્દ્ર યાદવ ઉ.વ.18,ગોલું સિપાલસિંગ પઢીયાર ઉ.વ. 20 અને જીતેશ મનસુખભાઇ ગાજીપરા ઉ.વ. 31 ગંભીર રીતે ઘાયલ થતાં પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી હોસ્પિટલે આપવામાં આવી હતી બાદમાં શિવમ યાદવને હાલત વધુ નાજુક હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો ઘટનાને પગલે સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અન્ડર બ્રિજની નીચે તેમજ સર્વિસ રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવતા હોય જેના કારણે વ્યાપક પ્રમાણમાં અકસ્માતો સર્જાય છે અનેકવાર રજૂઆત છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય લોકોમાં રોષ ફેલાવા પામ્યો છે આ ઉપરાંત બ્રિજની નીચે ફ્રુટ તેમજ ખાણીપીણીની લારીઓ નો જમાવડો થતો હોય કેટલાક પોલીસના મળતિયાઓ દ્વારા હપ્તા ઉઘરાવી લારીઓ ઉભી રાખવા દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો લોકોએ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.