Abtak Media Google News

એચ.આઈ.વી.જેવા સામાન્ય રિપોર્ટથી  ભવિષ્યમાં  થનાર ગંભીર બીમારીથી બચી શકાય છે: વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંતોએ કરી સફળ સર્જરી

રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ એક 15 વર્ષના દર્દીને પેટની તકલીફ સાથે સુરતથી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલ હતા.વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ કમાણીની દેખરેખ હેઠળ તેની સારવાર શરૂ કરી હતી. તે બાળકને છેલ્લા ચાર – પાંચ દિવસથી પેટમાં દુ:ખાવો , ઉલ્ટી , ઝાડાની તકલીફ સાથે આવ્યા હતા.તેને આવી જ તકલીફો બે મહિના પહેલા પણ થઈ હતી.

દર્દીએ સુરતમાં અલગ અલગ ઘણા ડોકટરો ને બતાવ્યુ અને તેની સલાહ મુજબ લોહીના રિપોર્ટ , પેટની સોનોગ્રાફી , એન્ડોસ્કોપી અને કોલીનોસ્કોપી કરાવેલ હતી પરંતુ ચોકકસ બીમારી શું છે તે પકડમાં આવતુ ન હતુ.દર્દી ને બીમારીનુ મુળ ન મળતા તેનુ વજન પણ ઘટતુ હતુ.

ડો.પ્રફુલ કમાણીએ સમયસર અને સચોટ નીદાન માટે તે દર્દીને લાગુ પડતા રિપોર્ટસ એચ.આઈ.વીનો પણ રિપોર્ટ કરાવા સલાહ આપી જેના પરિણામે રિપોર્ટ જોતા જાણવા મળ્યું કે તે એચ.આઈ.વી. પોઝીટીવ છે.આ નાની વયના દર્દીનો એચ.આઈ.વી રિપોર્ટ પોઝીટીવ આવતા તેના માતા પિતાને જાણ કરવામાં આવી અને તેની પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યુ કે તેના પિતા પણ એચ.આઈ.વી.પોઝીટીવ હતા. ત્યારબાદ તે દર્દીને એચ.આઈ.વિ.રોગના સ્પેશ્યાલીસ્ટ પાસે મોકલવામાં આવ્યો.

ડો.પ્રફલ કમાણીએ જણાવેલ હતું કે કોઈપણ બીમારીની જાણ સમયસર થાય તો તેને ઘાતક બનતા અટકાવી શકાય છે અને તેનુ સમયસર અને સચોટ નિદાન કરવાથી તેનાથી બચી શકાય છે.સચોટ નિદાન માટે હંમેશા કોઈપણ રોગના નિષ્ણાંત પાસે સલાહ લેવી જોઇએ અને જરૂર પડે ત્યારે તુરંત રિપોર્ટ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ જેનાથી રોગના મુળને જાણી શકાય.

ડો.પ્રકલ કમાણી ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ , હિપેટોલોજીસ્ટ તથા એન્ડોસ્કોપીસ્ટ તરીકે છેલ્લા 14 વર્ષથી વોકહાર્ટ હોસ્પિટલમાં કાર્યરત છે.તેઓએ 1,00,000 થી વધુ દર્દીઓની સફળ સારવાર કરેલ છે .3,000 થી વધુ દર્દીઓની એન્ડોસ્કોપી દ્વારા સારવાર કરેલ છે .15,000 થી વધુ જટીલ બીમારીઓની સફળ સારવાર કરેલ છે.વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની સારવાર માટે આધુનિક સાધનો તથા નિષ્ણાંત તબીબોની ટીમ 24 કલાક ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.