સુરતમાં પૂર્વ પત્નીને એચઆઇવી પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપનાર હેવાન પતિની ધરપકડ

ચારિત્ર્ય અંગેની શંકામાં પતિએ ક્રૂરતાની હદ વટાવી !!

નાતાલ પર્વે મળવા બોલાવી પૂર્વ પતિએ રાક્ષસી કૃત્ય આચર્યું

સુરતના રાંદેરમાંથી એક પૂર્વ પતિની નીચ હરકત સામે આવી છે. પૂર્વ પતિએ પોતાની પૂર્વ પત્નીને ક્રિસમસના તહેવાર નિમિત્તે મળવા માટે બોલાવી હતી. બાદમાં બે ચાર કલાક તેઓ સાથે રહ્યા હતા. એ પછી પતિએ પૂર્વ પત્નીને સાંજે એક ઈન્જેક્શન માર્યું હતું. જે બાદ પૂર્વ પત્ની બેભાન થઈ ગઈ હતી અને તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, પૂર્વ પતિએ તેને ઈન્જેક્શન આપ્યું હતું.

દસેક દિવસ પહેલાં આંધ્રપ્રદેશના ગુન્ટૂરમાં આવેલા તાડેપલ્લી ખાતે એક પતિએ પત્નીને કામચલાઉ ડોક્ટરની મદદથી એચઆઈવી સંક્રમિત લોહી ચઢાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આરોપી પતિ ગર્ભવતી પત્નીને છૂટાછેડા આપવા માગતો હતો. એટલે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના રાંદેરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પૂર્વ પત્નીને એચઆઇવી પોઝિટિવ લોહીવાળુ ઈન્જેક્શન આપ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.

ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ પૂર્વ પત્ની સાથે આ ક્રૂરતા કરી હતી. જે બાદ તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ મહિલાએ જણાવ્યું કે, તેના પૂર્વ પતિએ ઈન્જેક્શન લગાવ્યું હતું. આ ઘટના બાદ રાંદેર પોલીસે આરોપી પતિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાંદેર વિસ્તારમાં રહેતા પતિએ પોતાની પત્ની પાસે ભયંકર બદલો લીધો હતો. પતિએ પોતાની પૂર્વ પત્નીને એચઆઈવી પોઝિટિવ લોહીવાળુ ઈન્જેક્શન આપ્યું હતું. ચારિત્ર્ય પર શંકા રાખીને પૂર્વ પતિએ આ કાવતરું રચ્યું હતું. ઈન્જેક્શન માર્યા બાદ પૂર્વ પત્નીની તબિયત લથડી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે કબૂલાત કરી હતી કે તેના પૂર્વ પતિએ તેને ઈન્જેક્શન લગાવ્યું હતું. બનાવની જાણ થતાં રાંદેર પોલીસે આરોપી પતિની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, બે મહિના પહેલાં જ પતિ પત્નીના છૂટાછેડા થયા હતા. ક્રિસમસનો તહેવાર હોવાથી પતિએ પોતાની પૂર્વ પત્નીને મળવા માટે બોલાવી હતી. એ પછી બંને ત્રણથી ચાર કલાક સુધી સાથે ફર્યા હતા. બાદમાં સાંજના સમયે પતિએ તેની પૂર્વ પત્નીને ઈન્જેક્શન માર્યું હતું. ઈન્જેક્શન માર્યા બાદ પત્નીને શંકા ગઈ હતી. બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે એફએસએલની ટીમને પણ તરત બોલવવામાં આવી હતી. બાદમાં પોલીસે લોહીના નમૂના લીધા હતા અને તેને તપાસ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ, રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, પૂર્વ પતિ આ ઈન્જેક્શન ક્યાંથી લાવ્યો હતો કે કોણે આપ્યું હતું.

પોલીસને પણ શંકા છે કે, પૂર્વ પતિએ પહેલીથી જ કાવતરુ રચીને આ કૃત્યને અંજામ આપ્યો હોઈ શકે છે. એફએસએલની ટીમ લોહીના નમૂનાનો રિપોર્ટ આપશે ત્યારે રાંદેર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. બીજી તરફ, રાંદેર પોલીસે આરોપી પતિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોનું માનીએ તો પોલીસની પૂછપરછમાં આરોપી પૂર્વ પતિએ સ્વીકાર્યું હતું કે તેણે એચઆઇવી પોઝિટિવ લોહીવાળુ ઈન્જેક્શન આપ્યું હતું. ત્યારે હવે એફએસએલના રિપોર્ટ અને પોલીસની પૂછપરછ બાદ સમગ્ર મામલે સત્ય બહાર આવશે.