ઘરમાં એકવેરીયમ રાખવાનો  શોખ છે..! તો આટલી વાતનું  ચોકકસ ધ્યાન રાખજો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સમવેલી દરેક ચીજવસ્તુઓ વ્યક્તિના દૈનિક જીવન ઉપર સીધી અસર પહોંચાડે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુઓ ખોટી જગ્યાઓ પર રાખવામાં આવી હોય તો નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડે છે. સાચી દિશા અને યોગ્ય સ્થાને રાખેલી વસ્તુઓ પોઝીટીવીટી-સકારત્મકતાનું વ્યક્તિના જીવનમાં સંચાર કરે છે. ઘરના ઉતરપૂર્વી ભાગમાં જલ તત્વથી જોડાયેલી ચીમે રાખવાથી ઘનનુ આગમન અને સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારવા ઘણા લોકો એકવેરીયમ-માછલીઘર રાખતા હોય છે. માન્યતા પ્રમાણે એકવેરીયમની માછલીઓ ઘરની નકારત્મક ઉર્જાને દૂર કરે છે. ઘણા લોકો પોતાના ઘરમાં ફીશ એકવેરીયમ રાખતા હોય છે. પરંતુ તેમને એ ખ્યાલ હોતો નથી કે માછલીઘર ઘરની કઇ દિશામાં અને કેવી રીતે રાખવું જોઇએ. આ બાબતની તેમને પુરતી માહિતી હોતી નથી. જેના પરિણાને ઘરમાં માછલીઘર રાખવાનો પુરો લાભ તેમને મળતો નથી. તો આવો જાણીએ ઘરમાં એકવેરીયમથી જોડાયેલી

કેટલીક વાસ્તુ ટીપ્સ આટલુ અવશ્ય ધ્યાન રાખો

એકવેરીયમને ઘરના ઉતર-પૂર્વીય ભાગમાં રાખવું શુભ માનવામાં આવે છે.

માછલીઘરનું પાણી સમય સમયે બદલતા રહેવુ જોઇએ જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.

વાસ્તુ અનુસારએ બાબતનું ચોકકસ ધ્યાન રાખવાનું કે એકવેરીયમમાં પાણી સ્થિર ન રહેવું જોઇએ જો પાણી સ્થિર હોયતો આર્થિક ઉન્નતિ ઉપર અસર કરે છે.

ઘરના એકવેરીયમમાં એક નિશ્ર્ચિત સંખ્યામાં જ માછલીઓ રાખવાની માછલી ઘરમાં 9 માછલીઓ રાખવી શુભ માનવામાં આવે છે.

દામ્પત્ય જીવનમાં પ્રેમને બરકરાર રાખવા મુખ્યદ્વારની ડાબી બાજુ માછલીઘર રાખવું જોઇએ.

ઘરના રસોડામાં એકવેરીયમ કયારેય ન રાખવુ. આમ કરવાથી ઘરના સભ્યોમાં કલેરા વધવાની સંભાવના વધે છે.