Abtak Media Google News

ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાંતિપાઠ અને ગરબાથી  સમગ્ર વાતાવરણ ભકિતમય બનશે; રાજાબાવા યોગેન્દ્રસિંહજી અધ્યક્ષસ્થાને સાદગીપૂર્વક હોમાદિક ક્રિયા થશે

દેશ દેશીમાં આશાપુરા માતાના મઢ કચ્છ  ખાતે આજે રાત્રે ભવ્ય હોમાદિક કિઅયા થશે તથા કાલે  કચ્છ રાજવી પરિવાર માં આશાપુરાને સવારે જાત (પતરી) ચડાવશે  ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનુ સ્થાન અલૌકિક , અનોખુ અને અજોડ છે . માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે . આશાપુરાનુ 19 મી સદીનુ ભવ્ય તીર્થધામ છે . સૌરાષ્ટ્ર – ગુજરાત , મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા , સાઇકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે.

ભારતની 108 શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે . માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે . નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે . મુખ્ય મંદિર 58 ફુટ લાબુ અને 32 ફુટ પહોળુ છે . માં આશાપુરા વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે . માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે . લાખોની સંખ્યામા માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે . આસો સુદ -7 મંગળવાર , તા.12-10-2021ના રાત્રીના 9-30 કલાકે રાજાબાવાનો યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજની દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે.

હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ , ફુલોથી હોમાદિક ક્રિયામાં આકૃતિ આપવામાં આવશે . આ સમયે ચંડીપાઠ , શ્ર્લોક , સંક્રાતિપાઠ , માંના ગરબા ગવાશે . આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે . મધ્યરાત્રિએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના 1-30 કલાકે શ્રીફળ હોમશે . સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે . કાલે આસો સુદ આઠમના કચ્છ રાજવી પરિવારના મહારાણી સાહેબા પ્રિતીદેવી કચ્છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે . ક્ચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારો આવે છે. ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લગા , નોબતવાદક લતીફ હાસમ લંગા , જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે.

માતાના મઢ જાગીર ટ્રસ્ટ સરકારના નિયમોનુસાર સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે . રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી કોરોનાના ભયંકર રોગથી દેશવાસીઓને મુકિત મળે તેવી વદનપૂર્વક પ્રાર્થના કરશે . કચ્છ રાજવી પરિવારમાં ઔતિહાસિક ઘટના છે કે વર્ષોથી ચાલી આવતી ચામર પત્રી વિધિ મહીલા સ્ત્રી પાત્ર દ્વારા થશે આ વિધિ  આવતીકાલે સવારે કચ્છ રાજવી પરિવારના મહારાણી સાહેબા પ્રિતિદેવી જાડેજાની ઉપસ્થિતીમાં યોજાશે ,સરકારના – નિયમોનુ દરેક ભાવિકજનોએ પાલન કરવાનું રહેશે માં આશાપુરાના દર્શનમાત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.