Abtak Media Google News

પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતામાંથી 46ની ધરપકડ થતા બીજા નંબરે, મહેસુલ વિભાગમાંથી 35ની ધરપકડ થતા ત્રીજા નંબરે

એક વર્ષમાં એસીબીએ લાંચ લેતા 158 સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા 94 વચેટીયા મળી કુલ 252ને ઝડપી પાડ્યા

અબતક, રાજકોટ : એસીબીએ એક વર્ષમાં લાંચના 176 કેસ નોંધ્યા છે. જેમાં લાંચ લેતા રંગે હાથે 158 સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા 94 વચેટીયા મળી કુલ 252ને ઝડપી પાડ્યા છે. આમાં ગૃહ ખાતું પહેલા નંબરે આવે છે. જેમાં સૌથી વધુ કર્મચારીઓ ઝડપાયા છે.

એસીબીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો તે મુજબ ગૃહ ખાતામાં 43 સરકારી કર્મીઓ અને 18 વચેટિયા મળી કુલ 61 લોકો પકડાયા છે. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 17 સરકારી કર્મીઓ અને 29 વચેટિયા મળી કુલ 46 લોકો પકડાયા છે. મહેસુલ વિભાગમાં 22 સરકારી કર્મીઓ અને 13 વચેટિયા મળી કુલ 35 લોકો પકડાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 1 સરકારી કર્મી અને 4 વચેટિયા મળી કુલ 4 લોકો પકડાયા છે. શિક્ષણ વિભાગમાં 7 સરકારી કર્મીઓ અને 4 વચેટિયા મળી કુલ 11 લોકો પકડાયા છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં 9 સરકારી કર્મીઓ અને 2 વચેટિયા મળી કુલ 11 લોકો પકડાયા છે. ઉદ્યોગ અને ખાણ વિભાગમાં 4 સરકારી કર્મીઓ પકડાયા છે.

કૃષિ અને સહકાર વિભાગમાં 3 સરકારી કર્મીઓ અને 4 વચેટિયા મળી કુલ 7 લોકો પકડાયા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 11 સરકારી કર્મીઓ અને 8 વચેટિયા મળી કુલ 19 લોકો પકડાયા છે. નર્મદા, જળ સંપત્તિ પા.પૂ અને કલ્પસર વિભાગમાં 2 સરકારી કર્મીઓ અને 2 વચેટિયા મળી કુલ 4 લોકો પકડાયા છે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં 4 સરકારી કર્મીઓ અને 1 વચેટિયો મળી કુલ 5 લોકો પકડાયા છે. વન અને પર્યાવરણ વિભાગમાં 8 સરકારી કર્મીઓ અને 3 વચેટિયા મળી કુલ 11 લોકો પકડાયા છે. શ્રમ અને રોજગાર વિભાગમાં 1 સરકારી અધિકારી પકડાયા છે. અન્ન અને નાગરિક પુરવઠામાં 3 સરકારી કર્મીઓ અને 1 વચેટિયા મળી કુલ 4 લોકો પકડાયા છે. સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગમાં 1 વચેટિયો પકડાયો છે.

નાણાં વિભાગમાં 4 સરકારી કર્મીઓ અને 2 વચેટિયા મળી કુલ 6 લોકો પકડાયા છે. માર્ગ અને મકાન વિભાગમાં 1 સરકારી કર્મી પકડાયા છે. મહિલા અને બાળ વિકાસમાં 2 સરકારી કર્મી પકડાયા છે. માહિતી અને પ્રસારણ વિભાગમાં 3 સરકારી કર્મી પકડાયા છે. તેમજ કેન્દ્ર સરકારના 13 સરકારી કર્મીઓ અને 3 વચેટિયા પકડાયા છે.

ક્યાં વર્ગના કેટલા સરકારી બાબુ આંટીમાં આવ્યા?

  • વર્ગ -1 – 9
  • વર્ગ-2 – 30
  • વર્ગ-3 – 114
  • વર્ગ-4 – 5
  • વચેટિયા – 94
  • કુલ – 252

અપ્રમાણસર મિલ્કતના 5 ગુના, 4.52 કરોડની મિલ્કત મળી

એસીબી દ્વારા વર્ષ 2022માં અપ્રમાણસર મિલકતના 5 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 5 સરકારી બાબુઓ પાસેથી રૂ. 4.52 કરોડની મિલ્કત મળી આવી છે. જો કે અપ્રમાણસર મિલ્કત સંબંધે હજુ વધુ તપાસ આદરવામાં આવે તો મોટી સંખ્યામાં સરકારી બાબુઓ પકડાઈ શકે તેમ છે.

જો કોઈ સરકારી કામ માટે લાંચ માંગે તો ગુપ્ત રીતે 1064 ઉપર ફરિયાદ કરી શકાશે

એસીબી દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ સરકારી કામ માટે લાંચની માંગણી કરવામાં આવે તો નાગરિકો 1064 ઉપર ફરિયાદ કરે. આ ફરિયાદના આધારે એસીબી તુરંત જ પગલાં લેશે. વધુમાં એસીબી દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવે છે કે ફરિયાદ કરનારની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.