Abtak Media Google News

પ્યાસીઓની પ્યાસે ગાંડપણ ઉપાડયું !

કેન્દ્રીય ગૃહવિભાગે માર્ગદર્શિકા પ્રસિઘ્ધ કરીને દારૂ, ગુટખા, તમાકુ જેવી તમામ નશીલી વસ્તુઓનાં જાહેર વેચાણ પર મનાઈ ફરમાવી

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનાં ફેલાવાને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો છે. લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી સિવાય તમામ પ્રકારના ધંધા-વ્યવસાયોને બંધ કરાયા છે. જેમાં દારૂની દુકાનોનો પણ સમાવેશ થાય છે. દેશનાં તમામ રાજયોમાં સરકારી મંજુરી વાળી દારૂની દુકાનો બંધ હોવાથી પ્યાસી ઓની હાલત કફોડી થવા પામી છે. આવા પ્યાસીઓ પ્યાસમાં ગાંડપણ કાઢીને ગમે ત્યાંથી ગોતીને હલકી ગુણવતાનાં દારૂનું પણ સેવન કરવા લાગ્યા છે. જેથી આવા દારૂ પીવાથી પ્યાસીઓના આરોગ્ય પર વધારે આડ અસર થવાની સંભાવનાને લઈ પંજાબ સરકારે લોકડાઉન દરમ્યાન દારૂની દુકાનો ખોલવાની માંગ કરી હતી. આ માંગને ગૃહવિભાગે ફગાવી દીધી છે.

પંજાબ સરકારની દારૂની દુકાનો ખોલવાની માંગને ફગાવતા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે પોતાની અગાઉની માર્ગદર્શિકામાં સુધારા કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, લોકડાઉન દરમ્યાન દેશભરમાં દારૂની દુકાનને ખોલવાની મંજુરી આપી શકાય નહીં. ગૃહ વિભાગે ૧૫મી એપ્રિલે જાહેર કરેલી આ માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન દારૂ, ગુટખા, તમાકુ સહિતની નશીલી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે. ઉપરાંત બેસીને દારૂ પીવાની વ્યવસ્થા કરી આપતા બારને પણ બંધ રાખવા તાકિદ કરી હતી. કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકામાં સરકારી દારૂની દુકાનો પણ બંધ રાખવાનું સ્પષ્ટ કરતા કોઈપણ રાજય સરકાર દારૂની દુકાનોને ખોલવાની મંજુરી આપી નહીં શકે.

લોકડાઉનનાં પ્રથમ તબકકા દરમ્યાન આસામ અને મેઘાલયએ બે પૂર્વોતર રાજયોમાં સરકારી દારૂની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી અપાઈ હતી. જે પણ ગૃહવિભાગની માર્ગદર્શિકા બાદ ૧૫મી એપ્રિલ બાદ સરકારી દારૂની દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. આમ લોકડાઉનનો જયાં સુધી દેશભરમાં અમલ રહેશે ત્યાં સુધી દારૂ, ગુટખા, તમાકુ જેવા એકપણ વ્યસનની વસ્તુ જાહેરમાં વેચાતી નહીં મળે જેથી વ્યસનીઓએ પોતાના વ્યસનની તલબ બુઝાવવા કાં તો બ્લેકમાં મળતા હલકી ગુણવતાના પોતાના વ્યસનથી ચલાવવુ પડશે અથવા વ્યસન મુકિત થવુ પડશે. આમ લોકડાઉન વ્યસનીઓ માટે વ્યસનમુકિત અભિયાન સમાન પુરવાર થશે તેમાં બે મત નથી.

લોકડાઉનમાં બંધાણીઓની હાલત કફોડી: મદદ માટે બંધાણીઓની ફરીયાદોમાં ર૦૦ ટકાનો વધારો

દેશભરમાં કોરોના સંક્રમણથી પ્રજાને બચાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સના અસરકારક અમલ માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની અનુકુળ અને પ્રતિકુળ અસરો થઇ રહી છે. અવલોકનમાં અત્યારે દેશભરમાં શરાબ અને નશાકારક પદાર્થના બંધાણીઓની હાલત કફોડી થઇ ગઇ હોય અને છાંટો પાણી કરવાના તમામ હુંકા પાણી બંધ થઇ જતા આવા બંધાણીઓની વિવિધ હેલ્પલાઇન અને કાઉન્સેલીંગ માટેના ફોનમાં ર૦૦ ટકા નો વધારો થઇ જવા પામ્યો છે. દેશના વિવિધ રાજયોમાંથી અલગ અલગ ધોરણે લોકડાઉન દરમિયાન નિસહાય બની ગયેલા શરાબ અને નશીલી દવાઓના સેવન કરનારાઓના હેલ્પલાઇન અને કાઉન્સીલ કોલમાં ર૦૦ ટકા નો વધારો થયો છે. લોકડાઉનમાં બંધ થઇ ગયેલી શરાબની દુકાનો અને નશાકારક દ્રવ્યોની હેરાફેરી ઠપ્પ થઇ જતાં અત્યારે બંધાણીઓ માટે નશાની તમામ વસ્તુઓ ની અછત ઉભી થઇ ગઇ છે તમાકુ પણ મળતી નથી તેવા સંજોગોમાં બંધાણીઓની હાલત કફોડી થઇ જવા પામી છે. મુડ બનાવતી તમાકુ જેવી નશાની સામાન્ય ઘરગથ્થુ અને સરળતાથી પ્રાપ્ત તમાકુ જેવી વસ્તુથી લઇને અન્ય ઘાતક વસ્તુઓનો પુરવઠો બંધ થઇ જતાં બંધાણીઓની પડી રહેલી મુશ્કેલીઓના પડઘા હવે હેલ્પલાઇન સુધી પહોચ્યા છે સરકારી હેલ્પલાઇન પર અત્યારે આવા ફોનની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. સમાજ સુરક્ષા વિભાગ અને સામાજીક ન્યાય અને અધિકાર મંત્રાલયે જારી કરેલા આંકડાઓમાં સરેરાશ ૯૦ ટકા ફોન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૧૦૦ ૩૧ પર ૧પ થી ર૧ માર્ચ દરમિયાન લોકડાઉન પૂર્વ અને માર્ચના અંતિમ સપ્તાહથી લઇ એપ્રીલ-પ થી લોકડાઉન દરમિયાન દરરોજના ર૬૬ ફોન એટલે કે હેલ્પલાઇન નંબર આવા ફોન ના પ્રમાણમાં ર૦૦ ટકા ઉછાળો નોંધાયો છે. પ થી ૧ર એપ્રિલ દરમિયાન ૨૩૬ ફોન દરરોજના નોધાયા છે જયારે ૧૩ થી ર૩ દરમિયાન  દરરોજના ૧૫૯ ફોન નોંધાયા હતો. રર થી ૩૧મી માર્ચ દરમિયાન સૌથી વધુ ફોન યુ.પી.ના ૭૩, દિલ્હીમાં ૩૪, મઘ્યપ્રદેશ ૩૧, ગુજરાતના ૨૯ ફોન ૧ એપ્રિલથી ૧ર દરમિયાન આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશના ૧૦૯ અને ૧૩ થી ર૧ દરમિયાન ફરીથી યુ.પી.માં સૌથી વધુ ૬૯, બિહારમાં ૬૮,દિલ્હી ૬૦ અન મહારાષ્ટ્રમાં ૫૬ ફોન આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.