ગૃહમંત્રી અમિત શાહ, યુ.પી.ના મુખ્યમંત્રી યોગીના જીવ પર જોખમ, મળી આવી ધમકી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના જીવ પર જોખમ ઝબુંબે છે. સીઆરપીએફને મંગળવારે સવારે ઇ મેઇલ ઉપર ગૃહમંત્રી અને યોગીને જાનથી મારી નાખવા અંગે ધમકી મળતા સીઆરપીએફ સહીતની અનય એજન્સીઓ સંતર્ક થઇ ગઇ છે.

મુંબઇ સ્થિત કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ના મુખ્ય કાર્યાલયને મંગળવારે સવારે એક ઇ મેઇલ મળ્યો હતો આ ઇ મેલમાં લખ્યું કે આગામી દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને મારી નખાશે.

આ મેઇલમાં લખ્યું છે કે કોઇ ધાર્મિક સ્થળો પર બન્નેને ખતમ કરી દેવાશે.

આ મેઇલ મળ્યા બાદ સીઆરપીએફ સહિતની એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. મીડિયા રીપોર્ટસ અનુસાર આ ઇમેલ મંગળવારે સવારે મળ્યો હતો.