Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ તેમના વતન ગુજરાતમાં દિવાળી પર્વ ઉજવવા ચાર દિવસની મુલાકાતે  આવી રહ્યા છે જે દરમ્યાન તેઓ અનેક વિધ સરકારી યોજનાઓનું લોકાપર્ણ અને લાભાર્થીઓને સરકારી આવાસ યોજના કાર્યક્રમ અને વિતરણ સહીતના કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ પરિવાર સાથે વતનમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ રપમી ઓકટોમ્બરથી ચાર દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન પોતાના ગાંધીનગરના લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ખાતે અનેક વિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ વિધિ સહીતના મુહુર્ત પોતાના હાથે કરશે. ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી ર૭મી ઓકટોમ્બરે અમદાવાદમાં જ પરિવાર સાથે દિવાળી ઉજવશે.

રપમી ઓકટો. અમિત શાહ ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને આર્થિક અને સાધનિક સહાયનું વિતરણ કરશે તેમ ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઇ વાધાણીએ જણાવ્યું કેન્દ્રીય ગૃહમંત્રીના સત્તાવાર કાર્યક્રમોની સરકારે જાહેર કરેલી યાદી  મુજબ આજ કાર્યક્રમમાં ગાંધીનગર શહેરી વિકાસ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા મકાનોનું લાભાર્થી ઓને અમિતભાઇ શાહ હાથો હાથ વિતરણ કરશે. ત્યારબાદ પોતાના મત વિસ્તારના જ એક એકવા નજીકના કલોલ ખાતે એક પુલનું લોકાર્પણ અને એપીએમસી કેન્દ્રનું શિલયાન્સ કરશે.

ભાજપના રાષ્ટ્રિીય અઘ્યક્ષ પોતાના હાથે કલોલમાં વિકલાંગો ને કિટનું વિતરણ કરશે અને અન્ય યોજનઓના લાભાર્થી સહીતની મેદનીને સંબોધન કરશે. ર૬મી ઓકટો. નો દિવસ પણ ભારે વ્યસ્ત દિવસના કાર્યક્રમ  અંતર્ગત અમિત શાહ સરકારની વિવિધ યોજાનાઓનાં લાભાર્થી બોપાલ અને અમદાવાદ શહેરને જોડતા એક ઓવરબ્રીજ કાર્યક્રર કરશે ત્યારબાદ અમદાવાદ જીલ્લાના જોડતા એક ઓવરબ્રીજ કાર્યકરત કરશે. ત્યારબાદ અમદાવાદ જીલ્લના સાણંદ ખાતે જઇને વિવિધ સરકારી યોજનાના શિલાન્યાસ અને સરકારી યોજનાઓને સાધન સહાય આપશે. જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું  અમિતભાઇ શાહ ૨૪ અને ર૮ ઓકટો.ર વતનમાં રોકાઇને દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.