- પ્રથમ વખત સદ્ગુરૂ મધ્યરાત્રિએ મહામંત્રની દિક્ષા આપશે તેમજ મેડીટેશન એપ ‘મિરેકલ ઓફ ધ માઈન્ડ’નું અનાવરણ કરશે
- સંગીત સંયોજક જોડી અજય અતુલ પ્રખ્યાત ગુજરાતી લોકગાયક મુક્તિદાન ગઢવી લોકપ્રિય રેપર પેરાડોકસ સહિત
- અનેક કલાકારો રાત્રે શિવ ભક્તોને જાગ્રત રાખશે: મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવે તાંડવ, વૈશ્ર્વિક નૃત્ય રજૂ કર્યું
ગૃહ મંત્રી મહાશિવરાત્રીનું ખૂબ જ આધ્યાત્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવ્ય રાત્રિએ ભગવાન શિવે તાંડવ, તેમનું વૈશ્વિક નૃત્ય રજૂ કર્યું હતું. આ તહેવાર બ્રહ્માંડના સંતુલનનું પ્રતીક, ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર જોડાણને પણ દર્શાવે છે. ભક્તો માને છે કે શિવમંત્રોનો જાપ કરીને અને સાચી ભક્તિથી ઉપવાસ કરીને, તેઓ શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોઈમ્બતુરમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રીની ઉજવણીમાં ભાગ લેશે. સદગુરુ જગ્ગી ટ્વિટ કરી જણાવ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ અમારી સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરે એ અમારા માટે સૌભાગ્યની વાત છે રાષ્ટ્ર માટે તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા અને આ દિવસે તેઓ અમારી સાથે જોડાય એ વાતનો આનંદ છે
ભગવાન શિવને સમર્પિત સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક મહાશિવરાત્રી, દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી
ઉજવવામાં આવશે. ભારત અને વિશ્વભરના ભક્તો બાબા ભોલેના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવ પૂજા કરશે.
હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે. આ વર્ષે, ચતુર્દશી તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 વાગ્યે સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન ભક્તો પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં મગ્ન રહેશે. પરંપરાગત ઉપવાસ જે દિવસે ચતુર્દશી તિથિ પ્રવર્તે છે તે દિવસે કરવામાં આવશે, અને બધી પૂજા વિધિઓ પૂર્ણ કર્યા પછી બીજા દિવસે સવારે તેનો ભંગ કરવામાં આવશે. 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 6:48 થી 8:54 વાગ્યા સુધી ઉપવાસ તોડવાનો શુભ સમય છે.
પ્રથમ વખત, સદગુરુ મધ્યરાત્રિ મહામંત્ર (ઓમ નમ: શિવાય) ની દીક્ષા આપશે. સદગુરુ એક ફ્રી મેડિટેશન એપ, મિરેકલ ઓફ ધ માઇન્ડનું અનાવરણ કરશે, જેમાં 7-મિનિટના માર્ગદર્શિત ધ્યાનનો સમાવેશ થશે. તેમજ જાણીતા સંગીત સંયોજક જોડી અજય અતુલ પ્રખ્યાત ગુજરાતી લોકગાયક મુક્તિદાન ગઢવી લોકપ્રિય રેપર પરાડોકસ અને કેસમે 21 વર્ષીય દ્રષ્ટિહિન સંગીતકારો આ કાર્યક્રમમાં પ્રદર્શન કરશે આ રાત્રે પુણરી ઢોલ પંજાબી ઢોલ, તામિલનાડુ ઢોલ વાદકો સહિત બહુ પ્રાદેશિક ઢોલ વાદકોના ઉપરાંત સાઉન્ડ ઓફ ઈશા અને ઈશા સંસ્કૃતિના પ્રદર્શનનો પણ યોજાશે.