ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મોટી જાહેરાત, લોકડાઉન દરમિયાન શ્રમિકો પર થયેલા કેસ હવે…

કોરોના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉન લાગતા જ મોટા ભાગના લોકો પોતાના વતન પરત ફરવા મથી રહ્યા હતા. આ સાથે ગુજરાતમાં કામ કરતા શ્રમિકો પણ પોતાના વતન પરત ફરી રહેવા ભાગદોડો કરતા હતા. આ ભાગદોડમાં શ્રમિકો દ્વારા સરકારી ગાઈડલાઈનોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ઉલ્લંઘન બાબતે શ્રમિકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા. જયારે આજે એ કેસને લઈ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટી જાહેરાત કરી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રમિકો પર લોકડાઉન દરમિયાન થયેલા 515 જેટલા કેસ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ શ્રમિકો સામે જે કેસ થયા હતા તે બધા કેસમાંથી હવે શ્રમિકોને રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા 515 જેટલા કેસ પરત ખેંચાતા શ્રમિકોએ રાહત અનુભવી છે.

ઘરની બહાર નીકળવાની મનાય હતી છતાં પણ શ્રમિકો વતન પરત ફરવા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ભેગા થઈ જતા હતા. જેમાં સંક્રમણ વધવાનો ખતરો હતો. આ સંક્રમણ ના વધે એટલા માટે કોઈને ઘર બહાર નીકળવાની મનાય હતી. પરંતુ શ્રમિકો વતન પરત ફરવાની ચાહતમાં જાહેરનામાનો ભંગ કર્યો હતો.