Abtak Media Google News

માતા-પિતા બન્ને ગુમાવેલા ૧ હજાર બાળકોને માસિક રૂ. ૪૦૦૦ની સહાયનો લાભ અપાશે.માતા કે પિતા બંન્નેમાંથી કોઇપણ એકનું મૃત્યુ થયેલું હોય તેવા ૪૦૦૦ જેટલા બાળકોને માસિક રૂ. ર૦૦૦ની સહાયનો લાભ રાજ્ય સરકાર દ્વારા મળશે.યોજનાનો લાભ મેળવવા માટેની કટ ઓફ ડેઇટ કોરોના કેસોને ધ્યાનમાં રાખી તા.૩૦ જૂન-ર૦ર૧ કરવામાં આવી.અરજી કરવાની તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૧ સુધીની રાખવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ યોજનાનો લાભ બાળકની ઉમર ૧૮ વર્ષની થશે ત્યાં સુધી આપવામાં આવશે.

આવા આશરે ૪ હજાર બાળકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળક દીઠ રૂ. ર હજારની સહાય ગત તા.ર ઓગસ્ટે રાજકોટ ખાતેથી ડી.બી.ટી દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપુર્ણ પારદર્શીતાથી ચૂકવી આપી છે.વડાપ્રધાનના આગામી જન્મદિવસ ૧૭ મી સપ્ટેમ્બરે વધુ ૮ હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.