Abtak Media Google News

કેન્સર એટલે કેન્સલ નહીં!

રોગના મૂળ સુધી જઈને જનીનીક સંરચનામાં ખામીને હોમિયોપેથી મેડિસિન્સમાં દવાના અતિ સુક્ષ્મ નેનો પાર્ટીકલ સુધારે છે:ક્ન્સન્ટ હોમિયોપેથ ડો.ચૌલાબેન લશ્કરી (એમડી)એ કેન્સરના ઈલાજ માટે આપી મહત્વની જાણકારી

એક સમય એવો હતો કે કેન્સર શબ્દ સાંભળતા જ દર્દી અને તેના સંબંધીઓના હોશકોશ ઊડી જતા. પરિવારમાં ગ્લાનિનું વાવાઝોડું ફૂંકાઈ જતું. કેન્સર એટલે કેન્સલ એવી માન્યતા હતી. પરંતુ હવે તબીબી જગતના વૈજ્ઞાનિકોની અથાગ મહેનત તથા નવા સંશોધનોને હિસાબે કેન્સરના રોગને વધુ સમજી શકાયો છે. તેની સારવાર પણ અદ્યતન પ્રકારે થવા લાગી છે. અમુક પ્રકારના કેન્સર સંપૂર્ણ મટી જાય છે. અને અન્યમાં લાઈફ સ્પાન લંબાવી શકાય છે.કેન્સર માટે હાલમાં ઉપલબ્ધ સારવાર જેવી કે સર્જરી, કીમોથેરાપી, રેડીએશનની મર્યાદાઓ છે. તેનાથી થતી આડઅસરો પણ એટલીજ પીડાદાયક અને ખર્ચાળ છે.

જર્મનીમાં જન્મેલી તથા વિશ્વના દરેક ખૂણે પ્રસરેલી હોમીયોપેથી વપરાશની દૃષ્ટિએ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરાયેલ સર્વે મુજબ એલોપેથી પછી નંબર ૨ નું સ્થાન ધરાવે છે. હોમીયોપેથીક મેડીસીન્સ કુદરતી સ્ત્રોતો જેવા કે વનસ્પતિ, ખનીજો, પ્રાણીજ પેદાશો વિગેરેમાંથી બને છે. આ બધા સ્ત્રોતોને ખૂબજ સુક્ષ્મ માત્રામાં લઈ પોટેનટાઈઝેશન તરીકે ઓળખાતી વિશેષ પદ્ધતિ દ્વારા હોમીયપેથીક મેડીસીન્સ તૈયાર કરવામાં આવે છે. આ વિશેષ પદ્ધતિજ હોમીયોપેથી સાયન્સનું હાર્દ છે. સૂક્ષ્મ માત્રાને કારણે હોમીયોપેથીક મેડીસીન્સ આડઅસરોથી મુક્ત છે. હોમીયોપેથીક મેડીસીન્સમાં દવાના અતિ સૂક્ષ્મ નેનો પાર્ટીકલ હાજર હોય છે. જે રોગના મૂળ સુધી જઈને જનીનીક સંરચનામાં ખામી હોય તો તેને સુધારી શકે છે. આઈ.આઈ.ટી. મુંબઈના વૈજ્ઞાનિકોએ હોમીયોપેથીક મેડીસીન્સમાં આવા દવાના નેનો પાર્ટીકલ્સની હાજરી હોવાનું પુરવાર કરેલ છે. હોમીયોપેથીના ડોક્ટર દર્દીની શારીરિક-માનસિક તાસીર, સ્વભાવ, રોગને લગતી દરેક બાબત, કૌટુંબીક ઈતિહાસ તથા દર્દીની જીવનશૈલી, સંજોગો વિગેરેનો અભ્યાસ કરી ત્યારબાદ દરેક દર્દીને (રોગ ભલે સરખો હોય તો પણ) જરૂરીયાત મુજબ અલગ અલગ મેડીસીન્સ આપે છે. હોમીયોપેથી કેન્સરની સારવાર માટે આવાજ પ્રબળ વિકલ્પ તરીકે ઊભરીને બહાર આવી છે. અનેક પ્રયોગો અને રીસર્ચના પરિણામો ખૂબ આશાસ્પદ જણાયા છે. આ દવાઓ પ્રમાણમાં સસ્તી હોવાથી સામાન્ય લોકો પણ સારવાર કરાવી શકે છે. હોમીયોપેથીના વિખ્યાત તબીબો જેવા કે ડો. આર્થરહીલ ગ્રીમર, ડો. બેનેટ, ડો. વિલીયમ કૂપર, ડો ઈ.એસ. રાજેન્દ્રન, ડો. આર.પી. પટેલ, ડો. પી. બેનરજી, ડો. સુનિર્મલ સરકાર વિગેરે દ્વારા કેન્સરની સારવારમાં કરાયેલ પ્રદાનની વિશ્વભરની સંશોધન સંસ્થાઓએ નોંધ લીધેલ છે. હોમીયોપેથી મેડીસીન્સ દરેક પ્રકારના કેન્સરના, હર પ્રકારના તબક્કે ઉપયોગી પૂરવાર થવાની અપાર શક્યતાઓ રહેલ છે. હોમીયોપેથી રોગ સામે લડવાની કુદરતી પ્રતિકારક શક્તિને જાગૃત કરે છે. તેથી તે દર્દીઓમાં રોગ સામે લડવાની પ્રક્રિયા ચોક્કસપણે વધારે છે. દર્દીઓના જીવનની આવરદા તથા ગુણવત્તા બન્નેમાં નોંધપાત્ર વધારો કરે છે. કીમોથેરાપી, રેડીએશનની સરાવારને કારણે થતી આડઅસરો જેવી કે રક્તકણોની સંખ્યામાં થતો ઘટાડો, ઉલ્ટી, ઊબકા, વારંવાર ઝાડા થવા, વજન ઘટવું, વાળ ખરવા, થાકી જવું વગેરે દરેક પરિસ્થિતિને હળવી તથા સહ્ય બનાવે છે. કેન્સરનું નિદાન થવાથી સર્જાતી માનસિક સમસ્યાઓ જેવી કે હતાશા, ભય, ઉદાસિનતા, તીવ્ર આઘાત વગેરે લક્ષણોની સારવારમાં હોમીયોપેથી અકસીર સાબિત થયેલ છે.

ઝેરી તત્વોના કારણે કેન્સરની શકયતા થાય છે ઉભી

વાતાવરણમાં રહેલા પ્રદુષિત તત્વો જેવા કે બેન્ઝીન, સીસું, બ્રોમીન, અન્ય કાર્સીનોજન વ્યસનો (તમાકુ, દારૂ, ડ્રગ્સ) હોર્મોન્સની વધઘટ, રેડીએશન (સૂર્ય ગ્રહણ, ભૂગર્ભમાં થતા અણું ધડાકાઓ) વગેરે દ્વારા શરીરમાં ઝેરી તત્ત્વો જમા થાય છે. અને આંતરીક અંગોને હાનિ પહોંચાડે છે. આમ કેન્સર થવાની શક્યતાઓ ઉભી થાય છે. હાઈટેક નેનો પાર્ટીકલ્સ ધરાવતી અદ્યતન હોમીયપેથી ટ્રીટમેન્ટ દરેક પ્રકારના કેન્સરના ઈલાજ માટે અત્યંત ઉપયોગી પૂરવાર થયેલ છે. હોમીયોપેથીના વિશેષ સંશોધનો અને તેની કેન્સરમાં ઉપયોગીતા અંગેની જાગૃતતા ફેલાવવાથી કેન્સરના લાખો દર્દીઓને રાહત અને સારી લાઈફ સ્ટાઈલ સાથેનું જીવન મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.