Abtak Media Google News

ઉદામવાદ કે અધોગતિ ?

સરકારના આ નિર્ણયનો રૂઢિચુસ્તો અને ધાર્મિક આગેવાનો દ્વારા સખ્ત વિરોધ

માનવ સભ્ય સંસ્કૃતિમાં સતત પરિવર્તન અને બદલાવતા આવતા રહે છે પરંતુ જુની પરંપરાની મર્યાદા અને સામાજીક મર્યાદાઓ જ્યારે હાંસીયામાં ધકેલાઈ જાય ત્યારે મોટા-મોટા અનર્થ સર્જાઈ જાય છે. જો કે તાજેતરમાં સ્વીસની સંસદમાં જાતિય લગ્નની કાયદેસરતાનો માર્ગ મોકળો બન્યો છે. સમલૈંગીક સંબંધોને સ્વીસની સંસદમાં મહોર આપવામાં આવી છે તો હવે આ મહોરને ઊદામવાદ ગણાવી કે અધોગતિ ?

સ્વાયત્તતા અને સ્વછંદતાની ભેદરેખા વચ્ચે અંતર રહેવું જોઈએ. સ્વીસ સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી ચાલતી સજાતિય યાત્રો વચ્ચે લગ્નની મંજૂરીને કાયદેસરતા આપવાનો માર્ગ મોકળો કરી દેતા સમગ્ર વિશ્ર્વ સમાજમાં આ અંગે હલચલ મચી જવા પામી છે. સ્વીસ સંસદે સમલૈંગીક લગ્નને કાયદેસરતા આપવાનો ખરડો પસાર કરી દીધો હતો. જો કે હજુ આ અંગે લોકમત મેળવાય તેવું જાણવા મળ્યું છે. સ્વીત્ઝરલેન્ડ સંસદમાં પસાર થનારા કાયદાથી બે પુરુષ પાત્રો કે બે મહિલા પાત્રો વચ્ચે લગ્ન અને પુરુષો વચ્ચે સજાતિય સંબંધોને કાયદેસરતા મળશે.યુરોપમાં સમલૈંગીક સંબંધોને માન્યતા આપવાના માહોલ વચ્ચે રૂઢિચુસ્ત ગણાતા સ્વીત્ઝરલેન્ડએ અત્યાર સુધી સંયમ રાખ્યો હતો પરંતુ હવે તેણે પણ યુરોપના અન્ય દેશોની જેમ આ નવી પ્રથામાં વટલાઈ જવાની દિશામાં આગળ વધતું રહ્યું છે. યુરોપમાં સ્વીત્ઝરલેન્ડ સહિત કેટલાંક દેશોમાં સમલૈંગીક લગ્ન કાયદેસર નથી. બુધવારના સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યું હતું.

સાંસદ નિકોલસે જણાવ્યું હતું કે, હવે દરેકને સમાન અધિકારો મળશે. બીલને મંજૂર કરવા માટે બંધારણમાં સુધારો કરાશે. આ માટે કેટલાંક રૂઢિચુસ્તો અને ધાર્મિક નેતાઓ સતત વિરોધ કરી રહ્યાં છે. પરંતુ આવનાર દિવસોમાં સમલૈંગીક લગ્ન કાયદેસર બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.