Abtak Media Google News

અબતક,રાજકોટ

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ)એ આજે રાજકોટમાં પ્રીમિયમ બિગ બાઇક બિઝનેસ વર્ટિકલ હોન્ડા બિગવિંગનું ઉદ્ઘાટન કરવાની સાથે GoRidin ઉત્સાહને વધાર્યો હતો. ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પમ્પ પાસે, કોઠારિયા, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતુ.

રાજકોટમાં બિગવિંગના ઉદ્ઘાટન પર હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ  આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, અમે ગ્રાહકોની નજીક ખરાં અર્થમાં અલગ સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવા હોન્ડા બિગવિંગ (હોન્ડાના એક્સક્લૂઝિવ પ્રીમિયમ મોટર સાયકલ નેટવર્ક)ના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે અમને રાજકોટમાં બિગવિંગનું ઉદ્ઘટાન કરવાની ખુશી છે. આ નવા પ્રીમિયમ આઉટલેટ દ્વારા અમારો ઉદ્દેશ હોન્ડાના મનોરંજક મોટર સાયકલ્સને રાજકોટમાં ગ્રાહકોની વધારે નજીક પહોંચાડવાનો અને પ્રીમિયમ મોટર સાયકલોની અમારી મિડ-સાઇઝ રેન્જનો અનુભવ પ્રસ્તુત કરવાનો છે.

સમગ્ર દેશમાં હોન્ડાની પહોંચ વધવાની સાથે ગ્રાહકો હવે 100થી વધારે કાર્યરત ટચ પોઇન્ટ પર અલગ સિલ્વર વિંગ્સનો અનુભવ મેળવી શકે છે.

વિવિધતાસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો

હોન્ડાના પ્રીમિયમ મોટર સાયકલની રિટેલ ફોર્મેટનું નેતૃત્વ ટોચના મેટ્રોમાં બિગ વિંગ ટોપલાઇન અને અન્ય માગ ધરાવતા કેન્દ્રોમાં બિગવિંગ કરે છે. જ્યારે ઉત્કૃષ્ટ હોન્ડા બિગવિંગ ટોપલાઇન હાઉસ હોન્ડાની પ્રીમિયમ મોટર સાયકલની સંપૂર્ણ રેન્જ ધરાવે છે, જેમાં નવા પ્રસ્તુત થયેલા CB300F, CB300R, H’ness- CB350 અને એની એનિવર્સરી એડિશન, CB350RS, CB500X, CBR650R, CB650R, CBR1000RR – R ફાયરબ્લેડ, CBR1000RR-R ફાયરબ્લેડ SP, એડવેન્ચર ટૂરર આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સઅને ફ્લેગશિપ મોડલ ગોલ્ડ વિંગ ટૂર ધરાવે છે, ત્યારે બિગવિંગ ડિલાઇટ્સ હોન્ડાના મિડ-સાઇઝ મોટર સાયકલના ચાહકોને ખુશ કરે છે.

પ્રીમિયમ અનુભવ

બ્લેક અને વ્હાઇટ મોનોક્રોમેટિક થીમ ધરાવતા બિગવિંગ વાહનોને સંપૂર્ણ ભવ્યતા સાથે દર્શાવે છે. ગ્રાહકનાં ઉત્પાદન સાથે સંબંધિત પ્રશ્રો કે એક્સેસરીઝ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન બિગવિંગમાં સુતાલીમબદ્ધ, જાણકારી ધરાવતા વ્યવસાયિકો કરે છે. શોધથી લઈને ખરીદી સુધીની સફરને સરળ બનાવવા પ્રતિબદ્ધ વેબસાઇટ $(www.H ondaBigWing.in) તમામ વિગતોની માહિતી માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ ગ્રાહકોને તેમની આંગળીના ટેરવા પર ઝડપી, સાતત્યપૂર્ણ અને પારદર્શક રીતે ઓનલાઇન બુકિંગનો વિકલ્પ આપે છે. રિયલ ટાઇમમાં ગ્રાહકના પ્રતિભાવ મેળવીને હોન્ડા બિગવિંગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિયપણે પણ ઉપલબ્ધ છે.

ગ્રાહકોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા હોન્ડા બિગવિંગ સંપૂર્ણ ડિજિટલ અનુભવ આપે છે. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ગ્રાહકોને તેમના ઘરની સુવિધાએ બેઠાં બેઠાં સંપૂર્ણ મનોરંજક મોટરસાયકલ લાઇન-અપ, રાઇડિંગ ગીઅર અને એક્સેસરીઝની તમામ વિગતો સાથે અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.