Abtak Media Google News

અધિક સિનિ. જજ એચ.વી. જોટાણીયા દ્વારા એડવોકેટ મિહિર દાવડાને સન્માનીત કર્યા

જીલ્લા કાનુની સેવા સતા મંડળ,રાજકોટ દ્વારા શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્ટીયર તરીકે મિહીર દાવડાને સન્માનીત કરવામાં આવ્યા છે.

જીલ્લા કાનની સેવા સતા મંડળ,રાજકોટ દ્વારા શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્ટીયર તરીકે મિહીર દાવડાને સન્માનીત કરવામાં આવેલ. જીલ્લા કાનની સેવા સતા મંડળના પૂર્ણકાલીન સચિવ અને અધિક સીની, સિવીલ જજ  એચ.વી.જોટાણીયા દ્વારા શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્ટીયર તરીકે મિહીર દાવડાને સન્માનીત કરવામાં આવેલ ભવિષ્યમાં  ખૂબ જ વિવેકપૂર્ણ,મહેનત,,નષ્ઠાવાન,પ્રમાણિક વ્યકિત તરીકે કાર્યશીલ રહો તેવી શભકામનાઓ પાઠવેલી, સામાજીક પ્રવૃતિઓમાં અગ્રેસર  મિહીરભાઈ દાવડા દ્વારા છેલ્લા ચાર વર્ષથી પેરા લીગલ વોલન્ટીયર તરીકે ફરજ બજાવે છે .સાથે સાથે રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટમાં પ્રેસ મીડીયા વિભાગનું સમગ્ર સંચાલન  કરી રહયા છે.

Img 20220520 Wa0071

ચાર વર્ષમાં રાજકોટ મધ્યસ્થ જેલ,જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ,ઓલડ એઈજ હોમ સંદભાવના,મહિલા પોલીસ સ્ટેશન,નારી વિકાસ ગૃહ,વન સ્ટોપ સેન્ટર,સ્પેશ્ય હોમ ફોર બોયસ,લાલબહાદર શાસ્ત્રી વિધાલય વિગેરે જગ્યાઓએ  સારી રીતે કામ કરે છે.  કોરોનાના કપરા કાળમાં  મહાનગરપાલીકાના જન્મ-મરણ વિભાગ સાથે રહીને અનેક વિધ સામાજીક સેવાઓ કરેલ હતી. સાથે સાથે સરકારશ્રીની યોજના માં અમૃતમ કાર્ડ તથા આયુષ્માન કાર્ડ નિ:શલ્ક અનેક કેમ્પો કરેલા હતા. સૌરાષ્ટ્રના પ્રખર ધારાશાસ્ત્રી  સુરેશભાઈ ફળદ સાથે  પ્રેકટીસ કરી રહયા છે.

મિહીરભાઈ વકીલાતની પ્રેકટીસ કરી રહયા છે. મિહીરભાઈ દાવડા નાની વયમાં અનેક વિધ સામાજીક કાર્યો જેવા કે,જેલના કેદીઓના ઉત્કર્ષમાં તથા પછાત વર્ગના ગામડાઓ,ટ્રાયેબલ એરીયામાં લીગલ અવેરનેશ તથા શિક્ષણના કામો કરી રહયા છે. જેથી જીલ્લા કાનની સેવા સતા મંડળ દ્વારા એક શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્ટીયર તરીકે મિહીર દાવડાને સન્માનીત કરવામાં આવ્ય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.