પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં દેવરાજ ગઢવીનું સન્માન: બાલ શિબિર રવિવારે યોજાશે

શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘ સેવા સંકુલ ખાતે ધીરગુરૂદેવની નિશ્રામાં રવિવારીય બાલ સંસ્કાર શિબિરનો પ્રારંભ લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીના હસ્તે કરવામાં આવેલ રાજકોટના ડો. સંજય શાહ, ઉપલેટાના અશોક શેઠ, મુંબઈના દિવ્યેશ શાહ વગેરેના હસ્તે સન્માન કરવામાં આવેલ હતુ.

રોજ રાત્રે 8.30 થી 9.30 કલાકે જૈન રામાયણ પ્રવચનધારાનું લાઈવ પ્રસારણ ચાલુ છે. ભાવિકોની મેદની વધતી જાય છે. શ્રીમતી રેખાબેન જોટંગીયા, સુનિતાબેન ભોગાયતા પુનિતાબેન કરમુર તપસ્યામાં આગળ વધી રહ્યા છે. ગામમાં સંકટ વિમોચન હનુમંતજી મંદિરનું તેમજ ગૌશાળા નૂતનીકરણનું કાર્ય ચાલુ છે.