Abtak Media Google News

કફર્યું બંદોબસ્ત દરમિયાન હથિયાર પકડનાર બંનેનું કમિશનરે કર્યું સન્માન

કોરોનાની મહામારીને ડામવા અનલોક ૭માં રાત્રી કફર્યું લગાવવામાં આવી છે. જેનું પાલન કરાવવા સાથોસાથ નિદોર્ષ નાગરીક દંડાય નહી અને નાગરરીકોને હેરાનગતી ન થાય તે માટે પણ માનવતા અભીગમ અપનાવી કાર્યવાહી કરવામાં આવી રહેલી છે સાથોસાથ કર્ફયું ભંગ કરનાર વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી થઈ રહેલી છે જે દરમ્યાન તા.૧૦.૧૨ના રોજ બીડીવી પો.સ્ટે.ના કોન્સ. મિતેશભાઈ ગીરીશભાઈ આડેસરા તથા કોન્સ. સંજયભાઈ ઉગાભાઈ મીયાત્રાનાઓ કર્ફયું વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન તેઓના ધ્યાને એકટીવા મો.સા. મા ત્રણ સવારીમાં ઈસમો આવતા જેઓ પોલીસને જોઈ અને મો.સા. સહિત ભાગના જેઓનો બંનેનો પીછો કરવામાં આવેલો દરમ્યાન એકટીવા મો.સા. ચાલકને ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રોકી પકડી પાડેલ. જે એકટીવા મો.સા.માં રહેલ ત્રણ ઈસમોની પૂછપરછ કરી તેઓના મો.સા.ની ઝડતી તપાસ કરતા જેમાંથી દેશી બનાવટની પીસ્ટલ નંગ ૧ મળી આવતા મજકૂર ત્રણેય ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાંઆવી હતી.

સદરહું કામગીરી કરનાર અને કર્ફયુ સમય દરમ્યાન પોતાની ફરજ ખંતપૂર્વક બજાવી ગુન્હો ડીટેકટ કરનાર પો.કોન્સ. મીતેશભાઈ ગીરીશભાઈ આડેસરા તથા પો.કોન્સ. સંજયભાઈ ઉગાભાઈ મીયાત્રાનાઓને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રોત્સાહીત કરી તેઓનું સન્માન કરવામાં આવેલું તેમજ તેઓએ કરેલ સારી કામગીરી બદલ તેઓને રૂ.૨૫૦૦-૨૫૦૦નું ઈનામ જાહેર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.