જાપાનમાં ફક્ત ૬૬ રૂપિયામાં પણ મળી શકે છે હોટલનો રૂમ

સસ્તા દરે રૂમ આપતા આ નવા કોન્સેપ્ટથી અનેક ગ્રાહકો આકર્ષાયા: ભારતમાં પણ આવશ્યકતા

જાપાનમાં લોકોને સરળતાથી સસ્તા દરે આશ્રય મળી શકે તેવા હેતુથી સસ્તા દરે હોટલ રૂમ આપી નાણા કમાવવાનો નવો કોન્સેપ્ટ પ્રચલીત બની રહ્યો છે. એવી હોટલો અસ્તિત્વમાં આવી છે. જ્યાં માત્ર ૧૦૦ યેન એટલે કે અંદાજીત રૂ.૬૬ની આસપાસ રાતવાસો કરવા મળી શકે છે. જો કે, આ રૂમમાં રહેવા ઈચ્છતા વ્યક્તિને આ રૂમમાંથી પોતાની સમગ્ર એક્ટિવીટીને લાઈવસ્ટ્રીમ કરવું પડે છે.

વધુ વિગતો મુજબ જાપાની સ્ટાઈલના આ રૂમમાં ફોર્ડેબલ પલંગ આપવામાં આવે છે. આ ઉપરાંત ટીવી અને ચા-પાણી માટે નાનુ ટેબલ પણ ગ્રાહકને અપાય છે. આ ટેબલમાં કેમેરો ફીટ હોય છે જ્યાંથી ગ્રાહકનું લાઈવસ્ટ્રીમ રૂય છે. જો કે, માત્ર રૂ.૬૬ જેટલી નજીવી કિંમતમાં આશરો મળતો હોવાથી આ રૂમ માટે લોકોની પડાપડી થઈ રહી છે. આ નવું બિઝનેશ મોડેલ હોટલ માલીકને માફક આવી ગયું છે. ભારતમાં પણ આ પ્રકારે સસ્તાદરે લોકોને આશ્રય સન મળી શકે તેવા બિઝનેશ મોડેલની તાતી જરૂર છે. ઈચ્છા શક્તિ હોય તો જાપાન જેવા વિકસીત દેશોમાં પણ સસ્તાદરે સરળતાથી રૂમ મળી જાય તેવું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

જાપાનમાં એર્ફોડેબલ રૂમ પૂરી પાડતી આ હોટલાનો કોન્સેપ્ટ ધીમે ધીમે પ્રચલીત થતો જાય છે. ભારતમાં પણ પ્રવાસીઓને સરળતાથી સસ્તાદરે રૂમ આપી શકે તે માટે આ પ્રકારના કોન્સેપ્ટની જરૂર છે. જો કે, હોટલમાં ચાલતી ગતિવિધિનું યુ-ટયુબ પર લાઈવસ્ટ્રીમ કરવા મોટાભાગના પ્રવાસીઓ સહમત રૂય નહીં પરંતુ જાપાનમાં આ મામલે કોઈ છોછ જોવા મળતો નથી. અહીં લોકો પોતાની ખુશીથી સસ્તાદરે મળતા રૂમમાં મીઠી નિંદ્રા માણે છે. વિર્દ્યાથીઓ કે, પાર્ટ ટાઈમ નોકરીયાતો માટે આ રૂમ જાપાનમાં ધીમે ધીમે ખ્યાતિ પામતો જાય છે.