Abtak Media Google News

રૈયા રોડ પર સદ્ગુરુર્તિધામમાં જનસુવિધા કેન્દ્રમાં સર્વેના ફોર્મ ભરવા રૂ.૧૦૦ લેવાતા હોવાની ફરિયાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સુધી પહોંચી: વિજીલન્સ દોડાવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. તેના ફોર્મ ભરવા માટે પૈસા લેવામાં આવતા ની છતાં અમુક લેભાગુ તત્ત્વો આવાસ યોજનાના સર્વેના નામે ગરીબ માણસો પાસેથી રૂપિયા પડાવતા હોવાની ફરિયાદો શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સુધી પહોંચી હતી. તેઓએ તાબડતોબ આ અંગે ડીએમસી હાલાણીને સુચના આપી વિજીલન્સ તપાસ કરાવવા જણાવાયું હતું. દરમિયાન વોર્ડ નં.૨ના કોર્પોરેટર જયમીન ઠાકર અને મનિષ રાડિયા સ્થળ પર જઈ રૂબરૂ તપાસ કરી હતી.

આ અંગે પ્રાપ્ત તી વધુ માહિતી મુજબ શહેરના રૈયા રોડ પર સદ્ગુ‚ ર્તિધામમાં બીજા માળે દુકાન નં.૩૫માં જન સુવિધા કેન્દ્ર આવેલું છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા થતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. સર્વેના નામે એક યુવાન દ્વારા લાર્ભાથીઓ પાસેી ફોર્મ દીઠ રૂ.૧૦૦-૧૦૦ લેવામાં આવતા હોવાની શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીને મળતા તેઓએ વિગત જાણવા માટે ડીએમસી હાલાણી તા આવાસ યોજના વિભાગના વડા અલ્પનાબેન મિત્રાનો સંપર્ક સાધ્યો હતો જયાં એવું જાણવા મળ્યું હતું કે આવાસના સર્વેના ફોર્મના કોઈ રૂપિયા લેવામાં આવતા નથી.

શહેર ભાજપ પ્રમુખે આવાસ યોજનાના ફોર્મના નામે ઉઘરાણા અંગે તપાસ કરાવવા જણાવ્યું હતું. દરમિયાન વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર અને મનીષભાઈ રાડિયા તાબડતોબ ઘટના સ્ળે દોડી ગયા હતા અને તેઓએ જનસુવિધા કેન્દ્રમાં જઈ ઉઘરાણા અંગે ધળબળાટી બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.