Abtak Media Google News

પેનલ્ટી, વ્યાજ પરત નહીં કરાય તો આંદોલન : ફલેટધારકો

મહુવાની મુખ્યમંત્રી આવાસ યોજનાના ફલેટધારકોને વગર વાંકે હાઉસીંગ બોર્ડે પેનલ્ટી વ્યાજની નોટીસ ફટકારી વધારે નાણા વસુલ્યા હોય આ નાણા ખોટી રીતે પડાવ્યા હોવાનું જણાવી ભવાની રેસીડેન્સીના ફલેટધારકોએ આંદોલન છેડવાની ચીમકી આપી છે. મુખ્યમંત્રી આવાસ યોજના મહુવા શહેરના વિવિધ ફલેટધારકોને સમયસર બેન્કના ડોકયુમેન્ટ ન મળતા અને ગુજરાત હાઉસીંગ બોર્ડની જમીન વાદવિવાદવાળી હોવાથી ફલેટધારકો લોનથી વંચિત રહ્યા છે. પરિસ્થિતિને લઈને ફલેટના દસ્તાવેજ બનાવતા પહેલા ગેરબંધારણીય અને મનસ્વી રીતે પેનલ્ટી/ વ્યાજની રકમની ડિમાન્ડ થતા તમામ ફલેટધારકોની એક મીટીંગ મળી હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડની ફરજીયાત પેનલ્ટી લેવાના મનસ્વી વર્તનથી ફલેટધારકોમાં અસંતોષની લાગણી ઉભી થઈ છે. ઘરનું ઘર તો દૂર રહ્યું પણ ફલેટના દસ્તાવેજ માટે તરસ્તા ફલેટધારકોએ આક્રોશ સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડના મનસ્વી વર્તન સામે ગાંધી ચિંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવા અને જો ગરીબ અને મધ્યમ વર્ગના ફલેટધારકોની પેનલ્ટી/ વ્યાજની રકમ પરત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મંડાણ કરવાનું નકકી કર્યું છે.

6 Banna For Site

ગુજરાત હાઉસીંગ બોર્ડ તરફથી ખાતરી મુજબ સમયસર ફલેટના કામો થયેલ ન હોય બે વર્ષ કરતા વધુ સમય લાગ્યો છે. જમીન સંપાદનને લઈને બેન્કોને આપવાના થતા જ‚રી દસ્તાવેજ હાઉસીંગ બોર્ડ તરફથી ન મળતા સામાન્ય ગરીબ વ્યકિતઓને લોન મેળવવાની પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની ઢીલી નીતિ માટે ફલેટધારકોને મનસ્વી રીતે પેનલ્ટી/ વ્યાજ માટે દોષિત ગણ્યા છે. રકમ ભરપાઈ થઈ હોવા છતાં દસ્તાવેજ ન કરી આપતા ફલેટધારકોમાં છેતરાઈ ગયાની લાગણી ઉદભવી છે. આક્રોશભર્યા પગલા ભરવાની ફલેટધારકોને ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારે ફરજ પાડી છે તેવો આક્રોશ ઠાલવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.