Abtak Media Google News

ભાડાના મકાનને સરળ હપ્તેથી લોકો ખરીદી શકે તે માટે ‘રેન્ટ ટુ ઓન’ સ્કીમ લાગુ કરવા સરકારની કવાયત

અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા નિરંતર નવી યોજનાઓ શ‚ કરવામાં આવી છે. જેમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સબસીડી, વ્યાજના દરમાં છુટછાટ સહિતના લાભ આપવામાં આવે છે. ત્યારે હવે ભાડાના મકાનમાં રહેનારા લોકો પણ પોતીકુ મકાન ધરાવી શકે તે માટે રેન્ટ ટુ ઓન યોજના ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. એક ભજન પ્રમાણે ‘તુ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં’ આ ભજની તદન વિરુધ્ધ હવે લોકો માલીકીનું મકાન ધરાવી શકે તે માટે સરકારે કવાયત આદરી છે. રેન્ટ ટુ ઓન સ્કીમ હેઠળ શહેરમાં વસવાટ કરવા આવતા લોકો સરકારી સંસઓ પાસેી મકાન ભાડે મેળવી શકશે અને ભવિષ્યમાં આ મકાનના માલીક પણ બની શકશે. આ મકાનની માલીકી મેળવવા માટે ભાડુઆતને સરળ ઈએમઆઈની સુવિધા આપવામાં આવશે. આ માટે તેઓએ એક રકમ દર મહિને બેંકમાં જમા કરાવવાની રહેશે જેમાંી અમુક ટકા હિસ્સો ભાડા તરીકે કાપવામાં આવશે જયારે બાકીની રકમ જમા રહેશે. આ જમા યેલી રકમ ૧૦ ટકા જેટલી ઈ જશે ત્યારે ભાડુઆતના નામે મકાન કરી દેવામાં આવશે.

જો ભાડુઆત પુરતી રકમ ભરવામાં નિષ્ફળ રહેશે તો મકાનને સરકાર ફરીી વેંચવા મુકશે અને અગાઉના ભાડુઆતને જમા રહેલી રકમ વ્યાજ સહિત પરત કરવામાં આવશે. આ માટે ભાડુઆતને લાંબા સમયના લીઝ ઉપર મકાન આપવામાં આવશે. કેન્દ્રીય આવાસ મંત્રી વૈંકયા નાયડુએ આ બાબતે કહ્યું હતું કે, રેન્ટ ટુ ઓન વિધાયકને ટૂંક સમયમાં કેબીનેટ સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવશે. ત્યારબાદ આ અંગે વધુ કામગીરી કરવામાં આવશે. ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે કવાયત હા ધરી છે. જેના અંતર્ગત સબસીડી લોન સહિતના ફાયદાઓ બાદ હવે રેન્ટ ટુ ઓન સ્કીમ પણ અમલમાં આવશે જેી લોકોને પુરતો ફાયદો મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.