Abtak Media Google News

આરોગ્ય વિભાગ અમરેલી દ્વારા લોકોના આરોગ્યની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરાઈ રહયા છે તે અનુસંધાને મુખ્ય અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા RCHO અધિકારીએ આરોગ્ય વિષયક કામગીરી બાબતે રાજુલા તાલુકાની મુલાકાત લીધી હતી. જીલ્લા આરસીએચઓ અધિકારી ડૉ.એ.એસ.સાલવી દ્વારા રાજુલા તાલુકાના ભેરાઈ, વિક્ટર, ખેરા અને ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ તેમજ રાજુલા અર્બન એરિયા વિસ્તારની હાઈરિસ્ક સગર્ભા માતાઓની રૂબરૂ મુલાકાત કરી રાજુલા તાલુકાની આરોગ્ય વિષયક કામગીરીનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો.

Whatsapp Image 2023 01 05 At 11.25.54 1

રાજુલા તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ કઈ રીતે સમૃદ્ધ કરી શકાય અને તે માટે શુ શુ સુધારા વધારા કરવા પડે તે બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સાથે વિગતવાર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનો જણાવ્યા હતા. ડો. સાલવી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન તમામ આરોગ્ય સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત વેળાએ આરોગ્ય અધિકારી સ્ટાફની કામગીરીથી સંતુષ્ટ થયા હતા અને પ્રા.આ.કેન્દ્રની સુવિધાઓની જાત માહિતી મેળવી અને અન્ય મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી જવાબદારોને જરૂરી સૂચનો કર્યા હતા.

Whatsapp Image 2023 01 05 At 11.25.54

વેકસીન રૂમમાં ટેમ્પરેચર લોગબુક અને વેકસીનની જાળવણી વિશે ફાર્માસિસ્ટ અને મેડિકલ ઓફિસર સાથે ચર્ચા કરી મમતા દિવસમા બાળકો અને માતાઓને સમયસર સેવાઓ આપી વિનામૂલ્યે લેબોરેટરી અને સોનોગ્રાફી તપાસ સહિતની સેવાઓ સગર્ભા માતાઓને પુરી પાડવા જણાવ્યું હતું. રાજુલા અર્બન વિસ્તારમા હાઈરિસ્ક સગર્ભા બહેનોના ઘરે ડૉ.સાલવી દ્વારા રૂબરૂ મુલાકાત કરી આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી સેવાઓ વિશે માહિતી મેળવી લોહીની ઓછી ટકાવારી વાળી સગર્ભા બહેનોને આર્યન સુક્રોજ આપવા અને જરૂરી પોષણ બાબતે ધ્યાન રાખવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.