Abtak Media Google News

કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલમાં દર્દીઓની ગતિવિધિ વધી છે ત્યારે આગના બનાવ વધતા ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલમાં આગના બનાવોને ત્વરિત કાબુમાં લેવા માટે આજે સિવિલ હોસ્પિટલ અને બે ખાનગી હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી

શહેરમાં બનતા આગના બનાવોને ટાળવા માટે ફાયરની ટિમ સજ્જ છે ત્યારે રાજકોટ પીડીયું સિવિલ હોસ્પિટલમાં આવેલ વૉડ નંબર 10માં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાઇટરનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને દર્દીઓને સ્થરઆંતર કરવામાં આવ્યા હતા બાદ જાણવા મળ્યું હતું કે ફાયર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકો અને સારવારમાં રહેલા દર્દીઓએ શ્વાસમાં શ્વાસ લીધો હતો.બાદ લોકોને આવી પરીથીતીને સામે કેમ લડવું અને કેવા સાવચેતીના પગલાં લઇ લોકોની મદદ કરવી તે સિવિલના સ્ટાફને માહિતી આપવામાં આવી હતી.

Mccd

જયારે બીજી મોકડ્રિલમાં જામનગર રોડ પર આવેલ યુનિકેર હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ રેલનગર ફાયરમાં જાણ થતા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો ગયો હતો અને હોસ્પિટલની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખેલા કચરાની પેટીમાં લાગેલી આગને હોસ્પિટલમાં રહેલા ફાયર ઉપકરણ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.બાદ આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી બાદ ફાયરના સ્ટાફ દ્વારા હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.

ત્રીજી મોકડ્રિલમાં કોઠારીયા રોડ પર આવેલ નક્ષકિરણ હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ કોઠારીયા ફાયર સ્ટાફને થતા ફાયરફાઈટર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બાદ આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં હાજર રહેલા સ્ટાફને આગ સમયે શુ સાવચેતી રાખી કેવા પગલાં લેવા જોઈએ તેવી માહિતી ફાયરના સ્ટાફ દ્વારા આપવામાં આવજ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.