કેટલો ખતરો છે વાવાઝોડાથી જણાવે છે આ સિગ્નલ, જાણો ક્યારે ક્યા નંબરનું સિગ્નલ વાપરવમાં આવે છે ?

હાલ ચોમાસાની સીઝન શરુ થઈ છે. ત્યારે ઘણા દરિયા કાંઠાની જગ્યાએ હવામાન વિભાગ દ્વારા અલગ-અલગ રીતે એલર્ટ આપવામાં આવે છે. ઘણી વખત જોખમ વધતા અલગ-અલગ નંબરના સિગ્નલ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યાં સિગ્નલનો મતલબ શું થાય છે. કેવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવે છે. ચાલો જાણીએ અલગ-અલગ સિગ્નલ વિશે:

દરિયાકાંઠા પર ૧ થી ૧૨ સુધીના હોય છે સિગ્નલ

દરિયામાંથી આવતા વાવાઝોડા કે પછી દરિયાકાંઠે ફુંકાતા ભારે પવનને લઈને બંદર ઉપર 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. આ સિગ્નલ દ્વારા હવામાન વિભાગ લોકોને સમજાવી શકે છે કે દરિયાકાંઠે જવું કેટલું ભયજનક છે. દરિયામાં કામ કરતા લોકો માટે અને દરિયા કિનારે રહેતા લોકો માટે આ સીગ્નલ ખુબ જ કામના છે. દરિયાઈ કામકાજ અને દરિયાઈ પરિવહન માટેની એક લાઈન લેગ્વેજ છે. એને જ સિગ્નલ કહેવામાં આવે છે. જેમ જેમ સિગ્નલમાં અંક વધતો જાય તેમ તેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

ક્યાં સિગ્નલનો શું થાય છે અર્થ ? ક્યારે લગાવાય છે ?

સિગ્નલ નંબર-01

જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર નથી હોતો પવન.

સિગ્નલ નંબર-02

પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03

આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04

ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05

બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11

સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12

જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

તમને જણાવી દઈએ રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર માં લો-પ્રેશર સર્જાયું છે જેના લીધે વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. લો-પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. આથી, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી.